આજની ઘડી તે રળીયામણી… મારો વ્હાલો આવ્યાની વધામણી રે…
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે બપોરે 1ર કલાક 29 મિનીટ 8 સેક્ધડે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા: દેશમાં ભારે ખુશીનો માહોલ
ગર્ભ ગૃહમાં યુ.પી.ના રાજયપાલ આનંદીબેન પટેલ, યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ સર સંઘચાલક ડો. મોહન ભગવત અને રામ જન્મભૂમિ તિર્થી ક્ષેત્રના અઘ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસજીની ઉ5સ્થિતિ
ભારતવાસીઓની પ00 વર્ષની પ્રતિષ્ઠાનો આજે સુખદ અંત આવ્યો છે અનેક પેઢીઓ જેની પ્રતિક્ષા કરી રહી હતી એ ઐતિહાસિક અને અલૌકિક ક્ષણ આજે આવી પહોંચી છે. આજની ઘડી તે રળીયામણી મારો વહાલોજી આવ્યાની વધામણી જેવો ભાવ દરેક રામ ભકતના હ્રદયમાં અંકિત થઇ રચ્યો છે.
સપ્તપુરીઓમાં પ્રથમ એવા અયોઘ્યાનગરીમાં પ્રભુશ્રી રામની બાળ રૂપી મૂર્તિની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ગ્રંથોમાં જેનો ઉલ્લેખ છે તેવા રામરાજયની સ્થાપના તરફ ભારત વર્ષનું પ્રયાણ થયું હોય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે બપોરે અભિજીત મુહુર્તમાં અયોઘ્યામાં રામ મંદિરમાં બાળ સ્વરૂપ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરતાની સાથે જ ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં ‘જયશ્રી રામ’ ના જયઘોષ થયા હતા ભારતમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અયોઘ્યામાં આજે ચારેય ધામની પધરામણી થઇ હોય તેવું લાગી રહ્યું છે.
અયોઘ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોઘ્યાથી લઇ દેશના છેવાડાના નાના ગામડામાં રામલલ્લાને આવકારવા અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ અયોઘ્યામાં મંગલ ઘ્વનિ વાદન કરવામાં આવ્યું હતું. સવારે 10.30 કલાકથી આમંત્રિત મહેમાનોને પરિસરમાં પ્રવેશ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. મહેમાનોના આગમનથી લઇ સાંજ સુધીમાં અયોઘ્યામાં 10 લાખથી વધુ દિવા પ્રજવલીત કરવામાં આવશે. 12.05 કલાકથી 12.55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે બપોરે 12 કલાક 29 મીનીટ અને 8 સેક્ધડથી લઇ 1ર કલાક 30 મીનીટ અને 3ર સેક્ધડ એમ માત્ર 84 સેક્ધડમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અલૌકિક અવસરે રામ મંદિરના ગર્ભ ગૃહમાં ઉતરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આિેદત્યનાથજી, રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના સર સંઘ ચાલક મોહન ભાગવત, અને શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ન્યાસના અઘ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસજી સહિત માત્ર પાંચ વ્યકિતઓની જ ઉ5સ્થિતિ રહી હતી.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રામ લલ્લાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. ઉ5સ્થિત તમામ મહાનુભાવોએ ઘંટડી વગાડી ભગવાન શ્રીરામના વધામણા કર્યા હતા ત્યાર બાદ રામમંદિર સહિત સમગ્ર અયોઘ્યા નગરીમાં સેનાના હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.બપોરે 1 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાર્વજનીક કાર્યક્રમમાં સામેલ થયા હતા અને લોકોને સંબોધીત કર્યા હતા આજે દેશભરમાં તમામ રામ મંદિરોમાં ભગવાન શ્રીરામની જાણે પુન: પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્ર્વ આખુ રામમય બની ગયું છે.
અયોધ્યા મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા આ મહાનુભાવો
રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યો છે.જેમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અક્ષય કુમાર, અનુપમ ખેર, અરુણ ગોવિલ, દિગ્દર્શક રાજકુમાર હીરાની, સંજય લીલા ભણસાલી અને રોહિત શેટ્ટીને સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે એટલુજ નહી સાઉથના સુપરસ્ટાર રજનીકાંત, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ અને કાંતરા ફેમ રિષભ શેટ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય ક્ષેત્રે સંકળાયેલા રાજકીય આગેવાનો, નેતાઓ, રામમંદિર ને લઈ ઐતિહાસિક ચુકાદો આપનાર સુપ્રીમના 5 ન્યાયાધીશો સહિત દિગ્ગજ સચિન તેંડુલકર અને સુનીલ ગવાસ્કર સહિત 17 થી વધુ ખેલાડીઓને આ કાર્યક્રમમાં આવી પહોંચ્યા છે. ખેલાડી મિતાલી રાજ, હરમનપ્રીત કૌર પણ ઉપસ્થિત રહ્યા છે. વિરાટ કોહલી પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયો હતો. આ સાથે ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગાંગુલી ઉપસ્થિત રહ્યા હતા.
સાંજે અયોધ્યામાં દીપોત્સવ
રામલલાની પ્રતિષ્ઠા બાદ સાંજના સમયે રામલલ્લા ,કનક ભવન ,હનુમાનગઢી, લતા મંગેશકર ચોક , મણીરામદાસ છાવણી સહિત 100 મંદિરો મુખ્ય ચાર રસ્તાઓ અને જાહેર સ્થળો પર દીપ પ્રગટાવવામાં આવશે અને દિવાળી ઉજવાશે. આ કાર્યક્રમ માત્ર અયોધ્યામાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે અને જાણે ભારતમાં આજે દિવાળી હોઈ તેવું મનમોહક દૃશ્ય પણ ઊભું થયું છે. આજે લોકોમાં એક અનોખો હરખ જોવા મળ્યો છે.