સોરઠીયા વાડી સર્કલ બગીચાથી રેલીનો આરંભ ગંગોત્રી મહાદેવ મંદીરે સમાપન
હિદવા સુરજ રાજપુત કુળભુષણ મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતિ તા. ૬-૬ ને ગુ‚વાર જૈઠ સુદ ૩ ના સવારે ૮ કલાકે રાજસ્થાનના મેવાડ પ્રાંતમાં કુંભલગઢ કિલ્લામાં રાજમાતા જયવંતાબાઇ ની કુખે જન્મેલા ત્યાગ, બલીદાન, શૌર્યની મુરત રુપ મહારાણા પ્રતાપસિંહજીના જન્મ જૈઠ સુદ-૩ વિક્રમ સંવત ૧૫૯૭ ના દિવસે થયેલ હતો. પોતાનું સંપૂર્ણ જીવન પોતાની માતૃભુમિ અને ક્ષાત્રધર્મ માટે ન્યોછાવર કરનાર મહાન હિદવા સુરજ રાજપુત કુળભુષણ મહારાણા પ્રતાપસિંહજીને કોટી કોટી વંદન મહારાણા પ્રતાપસિંહજીના જીવનમાંથી આજના યુવાનોએ અનેક પ્રેરણા લેવા જેવું તેમનું જીવન હતું ખુબ જ મુશ્કેલી અને કઠોળ સમયમાં અનેક ધર્મ યુઘ્ધો કરેલ અને જીતેલ મોટા બે યુઘ્ધોમાં મોગલ સામેના યુઘ્ધમાં દિવેરનું યુઘ્ધ અને અકબરની સેના સામેનું હલદીધાટીનું યુઘ્ધ જગ પ્રસિઘ્ધ છે. હલદીધાટીનું યુઘ્ધ અકબરની ૮૦,૦૦૦ સેના સામે આશરે મેવાડી સેના ર૦,૦૦૦ સેનીકો તથા સરદારોએ ભાગ લીધો હતો.
આ મહા યુઘ્ધમાં મુખ્ય સેના નાયકો ભીમસિંહજી ડોડીયા, ઝાલા માનસિંહજી, રાવ મામરખસિંહજી પરમાર, માનસિંહજી બિદા, ક્રિષ્ણદાસજી ચુંડાવત, હકીમ ખાન સુરી, ચંદ્રેસેન રાઠોડ, રામદાસજી રાઠોડ, હરદાસજી ચૌહાણ, ગોવિંદસિંહજી ડોડીયા, હમીરસિંહજી ડોડીયા, ડુંગરસિંહજી પરમાર, વિરમદેવજી પરમાર, શેઠ ભામાશાહ, રાણાપુંજા ભીલ સરદાર, શકિતસિંહજી સિસોદીયા વગેરે યુઘ્ધ વિરોએ, પોતાના બલીદાન આાપીને ધર્મ તથા માતૃભુમિનું રુણ ચુકવ્યું હતું.
મહારાણા પ્રતાપના સ્વામી પ્રેમી અશ્ર્વ ચેતકનું બલીદાન પણ અવિસ્મરણીય છે આ યુઘ્ધ ભુમિ સર્વે યોઘ્ધાના બલીદાનથી એક વિશાળ જગ્યાએ લોહીનું તળાવ રકત તલાઇ બનીગયું હતું તે જગ્યા માલમાં મોજુદ છે યુઘ્ધના વર્ષો બાદ પણ તે યુઘ્ધ ભૂમી હલદીધાટીની માટીમાંથી હાલ પણ હથીયારો, તલાવરો મળી આવે છે.
આવા હિંદ ના શુરવીર યોઘ્ધા સિસોદીયા કુળ દિપક મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિ નીમીતે તા. ૬ જેઠ સુદ-૩ ને ગુરુવારના રોજ સવારે ૮ કલાકે સોરઠીયાવાડી ચોક, મહારાણા પ્રતાપ પ્રતિમા ખાતે ભવ્ય જન્મ જયંતિનું આયોજન કરેલ છે. જેમાં સવારે મહાઆરતી, પુષ્પાંજલી તથા શૌર્ય યાત્રાનું ખુબ સરસ આયોજન રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. તો આ પવિત્ર જન્મ જયંતિ કાર્યક્રમ તથા રેલીમાં સર્વે સમાજ તથા ક્ષત્રીસ સમાજને પધારવા અબતકની મુલાકાતે આવેલા કાર્યક્રરોએ અનુરોધ કર્યો હતો.આ શૌર્ય યાત્રાનો ‚ સોરઠીયા વાડી સર્કલ, મકકમ ચોક, ગોંડલ રોડ, ભકિતનગર સ્ટેશન ચોક, વિરાણી ચોક, એસ્ટ્રોન ચોક, મહીલા કોલેજ, અંડરબ્રીજ, કોટેચા ચોક, કાલાવડ રોડ, કે.કે.વી હોલ, જડુસ રેસ્ટોરન્ટ:, સરીતા વિહાર રોડ, કિડની હોસ્પિટલ, ગંગોત્રી પાર્ક મહાદેવ મંદીરે સમાપન થશે.