આર્થિકલેતી લેતી–દેતીથી પુનાના શાર્પ શુટરોની મદદથી ચાલુ ટ્રેનમાં ગોળી ધરબી ઢીમ ઢાળી દીધું તું : છબીલ પટેલના બે ભાગીદારની ધરપકડ
કચ્છ જીલ્લાના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ અગ્રણી જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારી હત્યાનો ભેદ ૧૮-દિવસે ઉકેલી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના બે ભાગીદારની ધરપકડ કરી પ્રાથમીક તપાસમાં છબીલ પટેલ અને મનીષા ગૌસ્વામીને જયંતિ ભાનુશાળી વચ્ચે આર્થિક બાબતોને લઇને જુનાના શાર્ટ શુટરોને સોપારી આપી ઢીમ ઢાળી દીધાનું બહાર આવ્યું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી ગત તા.૭ જાન્યુ.ની રાત્રિએ સયાજીનગરી એકસપ્રેસ ટ્રેનના એ.સી. કોચમાં ગોળી ધરબી કરપીણ હત્યા નિપજાવી હત્યારા હવામાં ઓગળી ગયા હતા.
જયંતિ ભાનુશાળીની હત્યાએ રાજયના રાજકારણમાં હડકંપ મચાવી દીધો હતો. હત્યાના બનાવથી જ મૃતકના પરિવારજનો દ્વારા હત્યા પાછળ છબીલ પટેલ અને મનીષ ગૌસ્વામીએ કરાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.સરકાર દ્વારા જયંતિ ભાનુશાળીની હત્યાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી હતી. પોલીસ દ્વારા હત્યાના ભેદ ઉકેલવા અને મુળ સુધી પહોચવા સીઆઇડી ક્રાઇમ ના સ્ટાફ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે ચાલતી રાજકીય અદાલત તેમજ જયંતિ ભાનુશાળી વિરુઘ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર મનીષા ગૌસ્વામી શંકાના દાયરામાં હતા.સીઆઇડી ની તપાસમાં મનીષા ગૌસ્વામી છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે આર્થિક લેતી દેતીના મુદ્દે ચાલતા વિવાદમાં મનીષાના છબીલ પટેલે મળી જયંતિ ભાનુશાળી હત્યાનું કાવત્રુ ઘડયું હતું.
જયંતિ ભાનુશાળીની હત્યા માટે નવેમ્બર ૨૦૧૮માં પુનામાં શાર્પ શુટરોને મળ્યા અને હત્યાનો અંજામ આપવાનું નકકી થયું અને ૨૫-૧૨-૧૮ ના રોજ પુનાથી શાર્પશુટર શશીકાંત કામલેને લઇ રેલડી સ્થિત છબીલ પટેલના નારાયણી ફાર્મ હાઉસમાં આશરો આપી જયંતિ ભાનુશાળીની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.
હત્યા કરવા માટે પુનાના ચાર થી વધુ શાર્પ શૂટરોને સોપારી આપવામાં આવી છે. તેમ જે પોલીસે છબીલ પટેલના બે ભાગીદાર નીતીન પટેલ અને રાહુલ પટેલની ભુજથી ધરપકડ કરી છે તેમ પત્રકાર પરિષદમાં સીઆઇડી ક્રાઇમના એડી. જી.પી. અજય તોમરે જણાવ્યું છે.