રૂ.૯ કરોડના ખર્ચે નવનિર્મિત કોલેજમાં ૧૮ કલાસરૂમ સાથે વિદ્યાર્થીઓને રહેવાની પણ સવલત: ભવિષ્યમાં સ્પોર્ટસ ગ્રાઉન્ડ પણ બનાવાશે
તાજેતરમાં જ સમગ્ર રાજયભરમાં શાળાપ્રવેશોત્સવની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ દ્વારા સરકારી વિનિયન અને વાણિજય કોલેજ પડધરી રાજકોટ જિલ્લામાં નવનિર્મિત ભવનનું લોકાર્પણ ગુજરાત રાજયનાં રાજયકક્ષાના ઉચ્ચ શિક્ષણ, માર્ગ અને મકાન મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજયકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા દિપ પ્રાગટય કરીને કાર્યક્રમની શ‚આત કરવામાં આવી હતી. ત્યારબાદ અતિથિ વિશેષનું હારતોળા અને મોમેન્ટો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા કોલેજના સ્ટાફ મિત્રોને શાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જીજ્ઞાબેન પરમાર, પડધરી માર્કેટીંગ યાર્ડ ડિરેકટર પરષોતમ સાવલિયા, પડધરી ભાજપ તાલુકા પ્રમુખ હઠીસિંહ જાડેજા, પડધરી તાલુકા પ્રમુખ માનુબેન ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માર્ગ અને મકાન રાજયકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે આ કોલેજની મંજુરી આપી અને ત્યારબાદ કોલેજની શ‚આત કરી થોડા વર્ષ બીજા મકાનમાં કોલેજ ચલાવવામાં આવી અને હાલમાં આવુ અદ્યતન બિલ્ડીંગ જેમાં ૯ કરોડ જેટલી માતબર રકમ કોલેજ બનાવવા સરકારે મંજુર કરી અને એનો લાભ આજુબાજુના વિસ્તારોને પણ મળે છે અને સરકારી કોલેજ મંજુર કરી તેનો લાભ ટોકન ફી મારફતે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એવી જ રીતે કોટડાસાંગાણીમાં પણ આવુ અદ્યતન મકાન ત્યાંની કોલેજને સરકારે અર્પણ કર્યું છે. જયારે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યાં છે. ત્યારે પ્રાથમિક શિક્ષણથી લઈ કોલેજ સુધી સરકાર ખુબ ચિંતા કરે છે અને જયારે અહીં કોલેજ આવાનું થયું છે ત્યારે કોલેજમાં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવું છું. વિદ્યાર્થીઓની ઉતરોતર પ્રગતી થાય તેવી શુભેચ્છા પાઠવું છું.
સરકારી વિનયન અને વાણિજય કોલેજના પ્રિન્સીપાલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૦૧૨થી કોલેજ શ‚ કરવામાં આવી ત્યારે ખુબ જ જુનુ બિલ્ડીંગ હતું પરંતુ સરકારે ૯ કરોડની ગ્રાન્ટ ફાળવી અને આજે અદ્યતન બિલ્ડીંગ કોલેજને મળ્યું છે. શ‚આતના તબકકામાં વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ ઓછી હતી પરંતુ હાલ પરિસ્થિતિ અલગ છે. હાલમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરી રહ્યાં છે અને નવા બિલ્ડીંગમાં કુલ ૧૮ કલાસ‚મ સાથે વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે. હાલમાં બી.કોમ અને બી.એડ એમ બે કોર્ષ થાય છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજુબાજુના ગામના વિદ્યાર્થીઓએ દુર ના જવુ પડે તે હેતુથી આ સરકારી કોલેજ નિર્માણ કરાઈ વધુને વધુ વિદ્યાર્થીઓ કોલેજમાં જોડાય અને આગળ વધે તેવું ઈચ્છું છું અને આવતા દિવસોમાં કોલેજમાં સ્પોર્ટસ એકટીવીટી માટે અદ્યતન ગ્રાઉન્ડ બને તેવા પ્રયાસો છે અને હોસ્ટેલની સુવિધા પણ હાલ વિદ્યાર્થીઓ માટે છે. આવનારા દિવસોમાં કોલેજમાં નવા કોર્ષ પણ ચાલુ કરવાનો પ્રયાસ છે. તેમ તેઓએ જણાવ્યું હતું.