સુંવાળા વેપારી કોમના મિત્ર સાથે આ સમયે સત્ય હકીકતની ચર્ચા કરવાનું વ્યાજબી લાગ્યુ નહિ
ફોજદાર જયદેવની ચાર બદલીઓ થઈ ચૂકી હતી પરંતુ તેના મિત્ર રાણા હજુ પડધરી પોલીસ સ્ટેશનમાં જ હતા તેનો ખુબ આગ્રહ હતો કે ઘણા સમયથી નિરાંતે મળ્યા નથી એક દિવસ પડધરી આવો. આથી એક દિવસ જયદેવ અને જેતપુરનો તેનો મિત્ર યોગેશ આશરા મોટર સાયકલ લઈને જેતપુરથી પડધરી આવ્યા. જયાં બપોરના જમી કારવીને બધા મિત્રોએ ગેસ્ટહાઉસમાં સાંજ સુધી વાતોચીતો અને ગપાટા માર્યા સાંજના નીકળતી વખતે પાંચ વાગ્યે પડધરીના તાલુકા વિકાસ અધિકારી બુચ જે જયદેવ સાથે જ ભાવનગર અભ્યાસ કરતા તે મળી ગયા. તેમણે ધોખો કર્યો સવારના આવ્યા અને અત્યારે મળો છો? અને આગ્રહ કર્યો કે હવે એમ કરો રાત્રે વાળુ પાણી સાથે કરીને પછી નીકળજો રાણાની પણ એવીજ ઈચ્છા હતી આથી જયદેવ રોકાઈ ગયો રાત્રે વાળુ પાણી કરી બધા મિત્રો પાછા વાતોએ વળગ્યા અને રાત્રીનાં અગીયાર વાગી ગયા.
યોગેશે પડધરીથી જ મોટર સાયકલ ચલાવી લીધું અને રાજકોટથી ગોંડલ રોડ ઉપર ચડયા રસ્તો સીધો ઠંડી હવા અને શાંત વાતાવરણ બુલેટ મોટર સાયકલ પાણીના રેલાની જેમ અંધારાને ચીરતુ પુરપાટ જતું હતુ.
પાછળ બેઠા બેઠા જયદેવને તે અગાઉ ટેલીફોન ખાતામાં નોકરી કરતો અને રાત્રે બાર વાગ્યે ભાવનગર પાનવાડીથી નોકરી પૂરી કરીને સાયકલ લઈને પોતાના ગામ જવા ગરેચિ-ચિત્રા થઈને પસાર થતો તે યાદ આવ્યું. અને એક રાત્રીનો ગભરાવી મૂકે તેવો કિસ્સો યાદ આવ્યો.
જયદેવ ટેલીફોન ખાતામાં સાંજના પાંચથી રાતના બાર વાગ્યાની નોકરી જ પસંદ કરતો એક વખત રાત્રે બાર વાગ્યે નોકરી પુરી કરી ગઢેચી થઈ ચિત્રા ગામે પહોચ્યો, ચિત્રા પછી એસ.ટી.નો ડીવીઝનલ વર્કશોપ અને છેલ્લુ જે.પી. સ્ટીલનું કારખાનું હતુ. ત્યારે હજુ માર્કેટીંગ યાર્ડ બન્યું નહતુ. આ જે.પી. સ્ટીલ વટાવ્યા પછીનો ચાર કિલોમીટરનો રસ્તો સાવ માનવ રહીત વિસ્તારમાંથી પસાર થતો, ફૂલસર ગામનું પાટીયું વટયા પછી એક પ્રમાણમાં નાનુ પણ ગાઢ જંગલ આવતું તે પછી એક આખલોલ નદી પછી છેક નાની ખોડીયાર અને જીઈબી સબ સ્ટેશન સુધી ધનઘોર અંધા‚ જ રહેતું, તે સમયે આટલા વાહનો પણ નહોતા નીકળતા. આ ચારેક કિલોમીટરનો રસ્તો જયદેવ માટે હંમેશા ચિંતા અને ઉપાધીનો રહેતો કેમકે આ વચ્ચે આવતા જંગલ અને નદી વિશે જયદેવે અગાઉ ઘણી ભૂતની વાતો સાંભળેલી.
જેમાં ગામના એક હ‚ભા મોડીરાત્રે મીલની પાળી પુરી કરી સાયકલ લઈને ઘેર આવતા હતા આ જંગલ પાર કરી ત્યાં નદી પહેલા જ રોડની સાઈડમાં અંધારામાં બેં બેં કરતુ એક ઘેટાનું બચ્ચુ બોલતું હતુ હ‚ભાને એમ થયું કે ગામના કોઈ ભરવાડનું ઘેટું ચરતા ચરતા ટોળામાંથી જુદુ પડી ભુલુ પડયું હશે તેમ માની સાયકલના કેરીયરમાં બેસાડી સાયકલ ચલાવી મૂકી પરંતુ થોડીવાર પછી પાછળ રોડ ઉપર કાંઈક ઘસડાવાનો અવાજ આવતા હ‚ભાએ પાછુ વાળીને જોયું તો ઘેટા પગ છેક વિસેક ફૂટ દૂર સુધી લાંબા થઈ ને ઘસડાતા હતા ! હ‚ભાએ એકદમ સાયકલ ઉભી રાખીને કહ્યું ‘સાલા નાલાયક કાંઈક કારણ લાગે છે’ કહીને સાયકલની ઘોડી ચડાવવા જતા હતા ત્યાં આ ઘેટલુ ભડકો થઈને અલોપ થઈ ગયેલ, તેવી વાત સાંભળેલી.
બીજુ જયદેવ સાથે સ્કુલમાં એક મોરલી કરીને છોકરો ભણતો જે વનેચંદની જેમ ગામના ધણા વડીલો સાથે ભણી ચૂકેલો અને છેલ્લે જયદેવ સાથે પણ હાઈસ્કુલમાં ભણતો પરંતુ મોટી ઉંમરનો હોઈ તેના બાપાએ તેને ભુતડા (ચીકણી અને જીણીમાટી)ના કારખાનામાં નોકરીએ લગાડી દીધેલો. તે મોડીરાત્રે સાયકલ લઈને ભાવનગરથી ગામ આવવા આ જંગલ પાસેથી પસાર થતો હતો. ત્યારે રસ્તામાં એક વ્યકિતએ તેને રોકીને ઉભો રાખી બીડી પીવા માટે માગેલ જેથી મોરલીએ બીડી આપેલ તો તે વ્યકિત એ મોરલી પાસે માચીસ પણ માગતા મોરલી પાસે માચીસ ખાલી થઈ ગયું હતુ. જેથી આ વ્યકિત એ મોરલીને એમ કહીને ઝાપટ મારી કે સાલા બીડી રાખે છે અને માચીસ નથી રાખતો? આ ઝાપટ મોરલીને કોણ જાણે કેવી લાગી કે તે ઘેર સાયકલ લઈને માંડ પહોચ્યો અને દરવાજો ખોલી ‘બા’ એટલુ બોલીને બેભાન થઈ ગયો તે સાતમાં દિવસે ભાનમાં આવેલો. આ બેભાન અવસ્થામાં તેને સખત તાવ રહેતો અને બેભાન અવસ્થામાં બકયા કરતો કે ‘ભૂલ થઈ ગઈ હવે રાખીશ’. મોરલી ને જોવા જયદેવ પણ ગયેલો.
જેથી આવા આ રસ્તામાં જો કોઈ સાયકલ વાળો જોડીદાર મળી જાય તો રસ્તો શાંતિથી પસાર થઈ જતો. તેથી જયદેવ હંમેશા ભાવનગરથી ચિત્રા ગામ સુધી રોડ ઉપર સાયકલ ધીમે અને કયારેક ઝડપથી એવી રીતે ચલાવતો કે કોઈ જોડીદાર મળી જાય તેમાટે પ્રયત્નો કરતો પરંતુ આજે જે.પી. સ્ટીલનો દરવાજો પણ ચાલ્યો ગયો પરંતુ કોઈ જોડીદાર ન મળ્યું. ફૂલસર ગામનું પાટીયું ડાબી સાઈડ આવતુ અને તે હવે થોડે દૂર હશે ત્યાં ડાબી બાજુ જેથોરની ગીચ વાડ હતી તેની ઉપર જયદેવને બીજા સાયકલ સવારનો પડછાયો દેખાયો આ પડછાંયો પણ જયદેવની ઝડપથી જ તેની પાછળ પાછળ આવતો હતો જયદેવને થયું હાશ કંપની મળી ગઈ અને પોતે સાયકલ ધીમી પાડી. પરંતુ તે સાયકલ તેની સાથે થઈ નહિ. જેથી જયદેવે જમણી બાજુથી પાછળ જોયું પરંતુ બીજી કોઈ સાયકલ દેખાઈ નહિ. પાછળ દૂર જે.પી. સ્ટીલની લાઈટો દેખાતી હતી. જેથી જયદેવે ફરીથી આગળ થઈને ડાબી બાજુ જોયું તો વાડ ઉપર બીજી સાયકલનો પડછાયો આવી જ રહ્યો હતો ! જયદેવે ડાબી બાજુથી પણ પાછળ જોયું પડછાયો જોયો પણ સાયકલ દેખાઈ નહિ! તેના મોતીયા મરી ગયા અને મનોમન બોલ્યો આજે આપણો વારો લાગે છે. પાછળ સાયકલ નથી અને બીજી સાયકલનો પડછાયો ચાલ્યો જ આવે છે? તે ગભરાયોખૂબ પરસેવો વળી ગયો પણ સાયકલ ચાલુ જ રાખી હવે તો આગળ જંગલ અને ઘનઘોર અંધા‚ જ હતુ. ‘તેનું’ કાયક્ષેત્ર આવતું હતુ ! હવે શું કરવું તે અંગે તે બાબતે તે બરાબર મુંઝાયો.પરંતુ ફરી એક વખત છેલ્લી વાર પાછા વળી ને જોયું તો કોઈ સાયકલ તો દેખાઈ જ નહિ પરંતુ જમણી બાજુ દૂર જે.પી. સ્ટીલના દરવાજાના બે છેડાની બે ટયુબ લાઈટોનો છેલ્લો પ્રકાશ આવી રહ્યો હતો.
અને જયદેવના વૈજ્ઞાનીક મનમાં તુરત ચમકારો થયો હં ! બે ટયુબલાઈટ, પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે. દૂરના થાંભલાનો પડછાયો દૂર અને નજીકનાં થાંભલાનો પડછાયો નજીક પડે તે ન્યાયે બંને પડછાંયા પોતાની સાયકલના જ બે જુદી જુદી ટયુબ લાઈટોને કારણે પડે છે! અને તેને હાશકારો થયેલો અને પછી પૂરપાટ સાયકલ જંગલમાં થઈ ગામ તરફ જવા દીધેલી તે દિવસે જયદેવ ને બીજો કોઈ અનુભવ થયેલો નહિ.
આમ વિચાર કરતા કરતા મોટર સાયકલ શાપર વેરાવળ વટીને રીબડા આવ્યું તે વખતે નેશનલ હાઈવે રીબડા ગામમાં થઈને પસાર થતો અને રીબડા ગામ પૂ‚ં થતા એક બાજુ મોટો ગોળાકાર વળાંક હતો.તે વળાંકમાં દર મહિને બે ત્રણ જીવલેણ અકસ્માતો થતા અને ઘણા માણસો મૃત્યુ પામતા હતા. એમ કહેવાતું કે આ વળાંક ગોઝારો છે! મોટર સાયકલ આ વળાંકમાં દાવલથયું ત્યાં જ બાજુમાંથી એક ભયંકર ચીખ જયદેવે સાંભળી અને તેના ‚ંવાડા ઉભા થઈ ગયા. એ ચીખએવી વિચિત્ર હતીકે કોઈ વ્યકિત જાણે રડે છે,અને થોડુ ધ્યાનથી વિચારો તો એવું લાગે કે આક્રંદ ભર્યું ‚દન છે. અને હસવાનું વિચારો તો મૂકત પણે ખખડીને હસવાનો અવાજ લાગે. યોગેશ બોલ્યો ઉભૂ રાખુ? પરંતુ જયદેવે સાઈડમાં કાંઈ જોયેલ નહિ ફકત વિચિત્ર અને ભયંકર ચીખ સાંભળીને તેના ગાત્રો ધ્રુજી ગયા હતા તેથી જયદેવે સીધુ જ કહ્યું જવા દે. અને માંડ માંડ ગોંડલ આવ્યું. મુખી પેટ્રોલ પંપ આવતા જ યોગેશ કહ્યું કે તરસ લાગી છે. અહિં ચા-પાણી પીશું? પરંતુ જયદેવ કાંઈ બોલવાના મૂડમાં હતો નહિ તેથી કહ્યું જામવાળી પેટ્રોલ પંપે રાખજે. અને મોટર સાયકલ ગોંડલ વટીને જામવળી ગામે પેટ્રોલ પંપ ઉપર લાવી ત્યાં ચા પાણી પીધા. યોગેશ ચા પીતા પીતા જયદેવને કહ્યું મિત્ર હતા તો મળી લેવું હતુ ને? જયદેવે તેને વળતુ પુછયુ તેંશું સાંભળ્યું હતુ? યોગેશ કહ્યું તમારા મિત્ર તમને ઉભા રહેવા સાદ પાડતા હતા. તેથી જયદેવે કહ્યું કે રાત્રીનાં અંધારામાં મોટર સાયકલમાં પાછળ કોઈ ઓળખી શકે? યોગેશ કહે ‘અરે હા યાર એતો ભૂલી ગયો તો કોણ હતુ?’ જયદેવ ને ખ્યાલ હતો કે આ વેપારી સુંવાળી કોમ રાત્રીના કયારેય આવી રીતે બહાર નીકળે નહિ પરંતુ પોતે સાથે છે એટલે ઠીક છે. પરંતુ વધારે આ બાબતની ચર્ચા અત્યારે કરવાનું જયદેવને યોગ્ય લાગ્યું નહિ કેમકે હજુ વિરપૂર થઈ ને જેતપૂર જવાનું હતુ. અને મોટર સાયકલ યોગેશ ચલાવતો હતો તેથી વાત ટાળી દીધી.
જયદેવને યાદ આવ્યું કે કોલેજમાં તેની સાથે ભણતા ‘રાજ ઉર્ફે ડેની ઝાલા’ની કારનો આ રીબડાના વળાંકમાં જ અકસ્માત થયેલો અને તેનું ક‚ણ મૃત્યુ થયેલું તેવું છાપામાં વાંચેલુ ત્યારબાદ જયારે પણ યોગેશ મળતો તો જયદેવને પૂછતો કે રીબડાના વળાંક તે રાત્રે હતુ તે કોણ હતુ? પરંતુ જયદેવ શું જવાબ આપે! તેણે કોઈ મિત્રને જોયેલ નહિ. કોઈ સાદ સાંભળેલ નહિ પરંતુ એક ભયંકર અને વિચિત્ર ‘ચીખ’ અંગે હજુ પણ નકકી નથી થતું કે તે હસવાની ચીખ હતી કે રડવાની ક‚ણ આક્રંદ મય ચીખ હતી!