મન હોય તો માળવે જવાય
સામાન્ય પરિવારમાં જન્મ લઇ ધ્રાંગધ્રાની સરકારી શાળામાં અભ્યાસ કરી, સ્વબળે ઇન્કમ ટેકસના આસિસ્ટન્ટ કમિશ્નર તરીક સેવા બજાવે
કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, આ કહેવતને સાર્થક બનાવી છે. ધ્રાંગધ્રાના સામાન્ય પરિવારમાંથી આવતા જયદિપ લકુમએ ધ્રાંગધ્રાની આર્ય સમાજ શાળા ખાતે અભ્યાસ કર્યો હતો. ધો. 11-1ર સાયન્સનું શિક્ષણ સરદાર પટેલ સુરેન્દ્રનગર સ્કુલ ખાતે ગુજરાતી શાળામાં લીધું. બધાને એવું લાગે છે કે શિક્ષણ મોંધું છે. વિઘાર્થી મોટી નામાંકિત શાળામાં અભ્યાસ કરીને જ ટોપર બની શકે છે પરંતુ જે સારી ઇચ્છા શકિત લગન હોય તો ગમે તે ક્ષેત્રમાં ટોપ પર જઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે બોર્ડના જે પરિણામ આવે તેમાં ટોપર માતૃભાષાનો જ હોય કોનવેટ વાળા વિઘાર્થીઓ ઓછા ટોપર બનતા હોય છે.
રાજકોટ ઇન્કમ ટેક્સ ઓફિસ ખાતે આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજનિષ્ઠ સનદી અધિકારી શ્રી જયદીપ લકુમે યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપવાં માંગતા વિદ્યાર્થીઓ માટે તેમની સફળતાનું રહસ્ય સમજાવ્યું છે.
લકુમ જણાવે છે કે, આપણે સૌ પ્રથમ તો કેટલીક ગેરમાન્યતાઓને દૂર કરવી જરૂરી છે. યુ.પી.એસ.એસી. ની તૈયારી માટે કોઈ મોટા ક્લાસીસ કરવા, અંગ્રેજી માધ્યમમાં જ ભણવું , રોજની અનેક કલાકો મહેનત કરવી જરૂરી નહિ હોવાનું તેમના ઉદાહરણ દ્વારા સમજાવે છે.
અધિકારી થવાનો પ્રથમ વિચાર સ્કૂલ સમયે જ આવેલો
મે એક થી સાત ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ધાંગધ્રાની આર્ય સમાજ શાળા ખાતે, 8 થી 10 ધો. સુધીનું શિક્ષણ ધ્રાંગધ્રાની શેઠ શ્રી એમ એમ વિદ્યાલય ખાતે અને ધો. 11 અને 12 સાયન્સનું શિક્ષણ સરદાર પટેલ સુરેન્દ્ર નગર સ્કૂલ ખાતે ગુજરાતી શાળામાં લીધું. ધો.10 મા બોર્ડમાં પાંચમો ક્રમ જ્યારે બારમામાં બોર્ડમાં દસમો રેન્ક અને જિલ્લામાં પ્રથમ આવેલો.
યુ.પી.એસ.સી. પરીક્ષાની તૈયારી નો ચિતાર
આઈ.ટી. ફિલ્ડમાં કામ કરતા કરતા આઈ.એ.એસ. અધિકારી બનવાનું સ્વપ્ન જીવંત હોઈ બાકીના સમયમાં ઓનલાઇન બુક્સ, મટીરીયલ પરથી જ તૈયારી કરી. મે કોઈ પણ પ્રકારનું મોંઘુ કોચિંગ લીધું નથી. નોકરી ઉપરાંત રોજનું ચાર પાંચ કલાકનું નિયમિત વાંચન કર્યું. વૈકલ્પિક વિષય તરીકે મારા ગમતા વિષય ઇકોનોમિક્સની પસંદગી કરી હતી, જે સિવિલ સર્વિસ માટેના ટફેસ્ટ પાંચ વિષયો પૈકીનો એક છે.
કામ અને કામને લેવાની ટિપ્સ
રાજકોટ આઈકર સેવા કેન્દ્ર ખાતે તેઓ મેં-2022 થી ઉત્સાહ પૂર્વક તેમની જવાબદારી નિભાવે છે. કર્મચારીઓ સાથે પારિવારિક સંબંધમાં માનતા શ્રી લકુમ તમામ કર્મચારીઓને જન્મદિવસ વિશ કરે છે. ફેમિલીને ખબર અંતર પૂછે છે અને મિસ યુઝ ઓફ પાવર ટાળે છે ટ્રાન્સપેરન્સી અને એકાઉન્ટિબિલિટી પર ભાર મૂકે છે.
સરકારી સેવામાં આવવા માંગતા યુવાઓ માટે સંદેશ
સરકારી સેવામાં આવવા માંગતા યુવાઓને સંદેશ આપતા તેઓ જણાવે છે કે, પહેલાના સમયમાં જાણકારીના અભાવે તેઓના હક્ક પ્રત્યે પ્રમાણમાં ઓછા લોકો સભાન હતાં. હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે. ડિજિટલ ટેક્નોલોજીના યુગમાં લોકો આંગળીના ટેરવે તેમને મળતા લાભ અંગે જાણકારી મેળવી શકે છે. ઘણી બધી સેવાઓ ઓનલાઇન થઈ ગઈ હોવાથી હવે પ્રજાને તેમના કામ સમયબદ્ધ રીતે પુરા કરી શકાય છે.. સરકારી કામગીરી ટ્રાન્સપરન્સી સાથે નિભાવવા શ્રી લકુમ સલાહ આપે છે.