જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું હોય છે. સૌભાગ્યવતી બહેનો આજે વહેલા ઉઠી, શિવાલયમાં જઈ શિવ-પાર્વતીની પુજા કરી હતી. આજથી પાંચ દિવસ બહેનો મીઠા વગરનું ગળપણ વગરનું ભોજન લેશે.આપણા શાસ્ત્રોમાં બાળકોમાં નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલા છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ-સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. જયા પાર્વતીનું સૌપ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. આ વ્રત દરમ્યાન ભગવાન શંકર પાર્વતીની પુજા કરી તેમના નામ સ્મરણ કરવા, સદગુણી અને સંસ્કાર પતિ મેળવવા કુંવારી યુવતીઓ આ વ્રત કરે છે. જે ઘરમાં બાલિકાઓ અને સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ-ઉલ્લાસથી ભરાઈ જાય છે. આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. રવિવારે વ્રત કરનારી બહેનો જાગરણ કરશે.
Trending
- તમે જાણો છે “કેટ્સ આઇલેન્ડ” વિશે !
- Winter Special: ગુલાબી ઠંડી વચ્ચે ખાવ ગરમ ગરમ સ્વાદિષ્ટ મેથી પુરી, આ રહી રેસીપી
- આ અભિનેત્રી પર ગોવિંદા હતો ફિદા ,સુનીતાને પણ છોડવા તૈયાર હતો!
- ગોવાની બટરફ્લાય કન્ઝર્વેટરી: પાંખવાળા અજાયબીઓ માટેનું સ્વર્ગ
- રસોઈ બનાવતી વખતે આ વસ્તુઓ કરો મિક્સ, રોગો થશે દૂર!
- અયોધ્યા ઉપરાંત ભારતમાં ભગવાન રામના આ મંદિરો છે પ્રખ્યાત
- શું સાપ ખરેખર બીનની ધૂન પર નાચવા લાગે છે? નાગ-નાગીનની આ રમતનું ઇન્ટરેસ્ટિંગ રહસ્ય
- Bake delicious Cake: માત્ર 10 મિનિટમાં બનાવો સ્પોન્જી કેક, આ છે સિક્રેટ રેસીપી