રાજકોટવાસીઓ નાનામાં નાના તહેવારની શાનદાર ઉજવણી કરવા માટે વિશ્ર્વભરમાં જાણીતા છે તહેવાર કોઈપણ હોય ઉજવણી જાજરમાન કરવી રંગીલા રાજકોટવાસીઓની ઓળખ છે. ગઈકાલે જયા પાર્વતીના જાગરણમાં રાજકોટના રાજમાર્ગો પર જાણે મધરાતે સુરજ ઉગ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. રેસકોર્સ રીંગરોડ, કાલાવાડ રોડ સહિતના મુખ્ય માર્ગો જાણે માનવ
દરિયામાં ફેરવાય ગયા હોય તેવું લાગતું હતુ જાગરણમાં પણ યુવતીઓએ નવરાત્રીની જાણે રિર્હસલ કરતી હોયતેમ ગરબા અને નાચ ગાન કર્યા હતા.ફનવર્લ્ડ સહિતના ફરવાલાયક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જાગરણમાં છાટકા બનીને ફરતા યુવાનો યુવતીઓની છેડતી ન કરે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ રાત ઉજાગરા કર્યા હતા બેફામ વાહન ચલાવતા અને ભાન ભૂલેલા યુવાનોને કાયદાનો સાક્ષાત્કાર કરાવવા પોલીસે અનેક નબીરાઓને રોડ પર જ ઉઠકબેઠક કરાવી હતી. ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગૂ‚ દ્વારા પણ જાગરણ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ટીમ ઈન્દ્રનીલની મહિલા પાંખ દ્વારા ઈન્ડોર ગેમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં યુવતીઓને મનભેર આનંદ ઉઠાવ્યો હતો.