દલીત સમાજના આંગણે દિવાળી જેવો માહોલ: ગામે ગામ મહારેલી, સેમિનાર, નિદાન-સારવાર કેમ્પ સહિતના આયોજનો
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે બંધારણના ઘડવૈયા, ભારત રત્ન, મહામાનવ, દલિત સમાજના મસિહા ડો.ભીમરાવ આંબેડકરજીની ૧૨૬મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગામે ગામ આજે જયભીમનો ગગનભેદી નાદ ગુંજી ઉઠયો હતો.
ડો.બાબાસાહેબ આંબેડકરજીની ૧૨૬મી જન્મ જયંતીના અવસરે દલીત સમાજના આંગણે જાણે દિવાળી હોય તેવો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો.
વિશ્ર્વના સૌી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતનું બંધારણ તૈયાર કરી દેશના તમામ નાગરિકોને બાબાસાહેબે સમાન હક્ક આપ્યો છે. ગરીબ, પછાત વર્ગ, છેવાડાના માનવી અને દલીત સમાજ માટે બાબાસાહેબ એક મસિહા સાબિત યા છે.
આજે તેઓની ૧૨૬મી જન્મ જયંતીના અવસરે ગામે ગામ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા આજે ગુજરાતમાં ૧૨૬ સ્ળેઓ સર્વરોગ નિદાન તા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા સહિતના તમામ રાજકીય પક્ષોના આગેવાનો તા સામાજીક સેવાકીય સંસઓના આગેવાનોએ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી વંદન કર્યા હતા.રાજકોટમાં આજે દલીત સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ગામે ગામ જયભીમનો ગગનભેદી નાદ ગુંજી ઉઠયો હતો.
જસદણના વિરનગર ગામે પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોધરા એ આજે સવારે ડો. બાબાસાહેબ આંબેડકરની ફોટોને હાર પહેરાવી આજે સવારે વંદન કરી તેમને યાદ કર્યા હતાં.
ઉપલેટા તાલુકા પંચાયત ખાતે ડો. આંબેડકર ભાવવંદના
ઉપલેટામાં ડો. ભીમરાવ આંબેડકરની ૧૨૬મી જન્મ જયંતિ નિમિતે ઉપલેટા તાલુકા પંચાયતના સભાખંડમાં આંબેડકરની તસ્વીરને ફુલહાર કરી ભાવ વંદના કરાઇ હતી.
તાલુકા પંચાયતના મઘ્યસ્થ સતાખંડમાં અખંડ ભારના બંધારણના ઘડવૈયા અને દલીતોના મદિશા એવા ડો. બાબા આંબેડકરની ૧૨૬મી જન્મ જયંતિ નિમિતે તાલુકા પંચયતના સભા ખંડમાં લગાડાયેલી પ્રતિમાને તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, ઉપપ્રમુખ કિશોરભાઇ ઝાલાવડીયા, કારોબાર સમીતીના ચેરમેન જયદેવભાઇ વાળા, તાલુકા ન્યાય સમીતીના ચેરમેન ગીતાબેન મુછડીયા, દલીત આગેવાન પુંજાભાઇ સોલંકી, શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઇ ડેર, સરપંચ નારણભાઇ ચાહિર, કમિયાણીના સરપંચ રંજનબેન મકવાણા, ગાધાતા સરપંચ માધવજી મકવાણા, કોલકીના સરપંચ નીલમબેન ખાંટ, સરપંચ તૌફિકભાઇ સલા, મેરવદરના સરપંચ ઉષાબેનવિઝુંડા સહીત તાલુકા પંચાયતના સભ્યો જીલ્લા પંચાયતના સભ્યો નારણભાઇ ધેલાણા, સોમાભાઇ મકવાણા, બાલુભાઇ વિઝુંડા સહીત દલીત સમાજના ભાઇ બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહી ડો. ભીમરાવ બાબાસાહેબ અમર રહો ના નારા લડયા હતા આ તકે તાલુકા વિકાસ અધિકારી વાછાણી ગેડીયાભાઇ વ્યારાભાઇ હાજર રહ્યા હતા.