વિદ્યાર્થીઓએ દેશભકિત, નૃત્ય નાટકો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
રાજકોટની જય ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ ઉપરાંત વિઘાર્થીઓને દેશ અને સમાજ પ્રત્યે જવાબદારીઓનું પણ જ્ઞાન આપવામાં આવે છે. તાજેતરમાં વાર્ષિક ઉજવણીના ભાગરુપે ઉમંગોત્સવ કાર્યક્રમમાં જય ઇન્ટરનેશનલ સ્કુલના વિઘાર્થીઓ દ્વારા લોક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા જેવા વિષયો આધારીત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિઘાર્થીઓએ દેશ ભકિત વિષય આધારીત નૃત્ય અને નાટક રજુ કર્યા હતા. પોતાના કૌશલ્ય દ્વારા કારકીર્દીને કેવી રીતે યોગ્ય દિશા અને આકાર આપી શકાય તે વિષય ઉપર વિઘાર્થીઓએ સુંદર કૃતિઓ રજુ કરી હતી. આ ઉપરાંત શારીરીક અને માનસીક તંદુરસ્તી, સ્વચ્છતાનો આગ્રહ, રાષ્ટ્રીય એકીકરણ અને ભકિતભાવ જેવા વિષયો તથા પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટીકનો જોખમી ઉપયોગ અટકાવવા માટે શું પગલા લઇ શકાય તે બાબતે પ્રદર્શીત કરતી નાટકકૃતિ રજુ કરી હતી. આ ઉપરાંત વિઘાર્થીઓએ શહિદ ભગતસિંહ કે જેઓ દેશની આઝાદી માટે ફાંસી ઉપર ચઢી ગયા હતા.
આ વાર્ષિક કાર્યક્રમમાં અતિથિ પદે જય ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી ભરતભાઇ તંતી, આર્મીના રીટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી, એક્રોલોન્સ કલબના ડીરેકટર જયભાઇ મહેતા, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલના પ્રિન્સીપાલ દિવ્યાબેન ભટ્ટ શાન્તી જુનીયર સ્કુલના કૌશિકભાઇ પટેલ કલરવ સ્કુલના મિતલબેન છનીયારા તથા જીનિયર્સ કિડસ કિંગડમ સ્કુલના મીતાબેન તન્ના એ ખાસ ઉ૫સ્થિત રહીને વિઘાર્થીઓને પ્રોત્સાહન આપી તેમના કૌશલ્યને બિરદાવ્યું હતું.