- દરરોજ લગભગ દસેક કિલોમીટર ચાલશે અને દશેક દિવસમાં દ્વારકા પહોંચશે
દેશના અગ્રણી ઉદ્યોગપતિ રિલાયન્સ ના મુકેશ અંબાણી ના નાના પુત્ર અને પ્રાણી પ્રેમી અનંત અંબાણી ધાર્મિક હોવાનું જગ જાહેર છે. ત્યારે હવે, તેઓ મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપની થી દ્વારકા પદયાત્રા કરી ને દ્વારકાધીશના દર્શને જવા માટે.પદયાત્રા શરૂ કરી છે.
અનંત અંબાણી અગાઉ અનેક વખત દ્વારકા, સોમનાથ સહિતના તીર્થસ્થના ની દર્શન કર્યા છે. તાજેતરમાં જ આખા અંબાણી પરિવારે મહાકુંભમાં સ્નાન કર્યું હતું, નીતા અંબાણી, કોકીલાબેન અંબાણી અને ખુદ મુકેશભાઇ અંબાણી પણ સમયાંતરે દ્વારકા, સોમનાથ સહિતના ધર્મસ્થાનોએ જતા રહે છે, પરંતુ અત્યાર સુધી કોઇએ પદયાત્રા કરી નથી અને હવે અનંત અંબાણી એ પદયાત્રા શરૂ કરી છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ખાવડી–વનતારા થી અનંત અંબાણી દ્વારકા ની પદયાત્રા શરૂ કરી છે.તેઓ દરરોજ લગભગ દસેક કિલોમીટર કે તેથી વધુ ચાલશે અને લગભગ દશેક દિવસ મા દ્વારકા પહોંચશે.
સ્વાભાવિક રીતે હાઇફાઇ સીક્યુરીટી ધરાવતા અંબાણી પરિવાર અનંત અંબાણી ની પદયાત્રા સાથે લકઝરી કાર અને લેટેસ્ટ હથિયાર ધારી સિક્યોરિટી સ્ટાફ પણ સાથે જોડાયો છે. એટલે કે માર્ગ પર લોખંડી સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે., રિલાયન્સની પોતાની ખાનગી સીક્યુરીટી તો છે જ, ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, હાલારના પદયાત્રા કરી બન્ને જિલ્લાની પોલીસ દ્વારા પણ પોતાના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવનાર છે.
જો કે આ અંગેની કોઇ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી, એ જ રીતે રિલાયન્સ તરફથી પણ અનંત અંબાણીની પદયાત્રાને લઇને વિગતો જાહેર કરવામાં આવી નથી. પરંતુ મધ્યરાત્રીના તેમણે વિશાળ રસાલા સાથે પદયાત્રા શરૂ કરી હોવાનું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેથી એવું જ સાબિત થાય છે કે તેમણે પદયાત્રા શરૂ કરી દીધી છે.
અત્રે નોંધનીય છે કે, અનંત અંબાણી સહિત આખો અંબાણી પરિવાર દ્વારકાધીશમાં અખૂટ શ્રઘ્ધા ધરાવે છે . તાં. 10 એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિન આવતો હોવાથી તેઓ ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી ને જન્મદિવસ મનાવશે.