‘પદ્માવતે’ ભારે કરી: કરણી સેનાના તોફાનની બીકે બસ સેવા ખોરવાઇ: હજારો મુસાફરો રઝળી પડયા
પહ્માવતે ભારે કરી હવે રાજસ્થાનની રાજપૂતાનિયા એટલે રાજપૂતાણીઓએ એવી ચીમકી આપી છે કે પહ્માવત રીલીઝ થશે તો હજારોમહિલા ‘જોહર’ કરી લેશે મતલબ કે આગમાં કૂદીને પોતાનો જાન દઇ દેશે. બીજી તરફ પહ્માવતને લઇને કરણી સેતાએ હાઇ વે પર ચકકાજામ કરતા વાહન વ્યવહારને પણ અસર થઇ છે. કેમ કે ઉત્તર ગુજરાત તરફ જતી એસ.ટી. બસો રોકી દેવામાં આવતા હજારો મુસાફરો રઝળી પડયા છે. હવે પહ્માવતની રીલીઝને માત્ર બાકી રહ્યા છે. ત્યારે વિરોધ વકરતો જાય છે.
કઇ કેટલાયે એસ.ટી. રૂટો બંધ કરવા ફરજ પડી છે. હાઇ વે પર ચકકાજામ અને રાત પડયે ટાયર સગળાવાની ઘટનાને ઘ્યાનમાં રાખીને એસ.ટી. રૂટો બંધ કરવા પડયા છે.
આ સિવાય કેટલાક શહેરોમાં સિનેમા સંચાલકોએ સ્વૈચ્છિક રીતે જ પહ્માવતથી દુર રહેવાનો નિર્ણય લીધો છે જે કરણી સેનાની જીત છે. મલ્ટીપ્લેકસમાં પહ્માવત રીલીઝ ન કરવાનો નિર્ણય લેવાયો છે. હવે જોવાનું એ રહે છે કે રપમીએ સિંગલ સ્ક્રીન થિયેટરો આ ફિલ્મ રીલીઝ કરે છે કે નહીં કેમ કે તેઓ એક તો ‘મરવાના વાંકે જીવે છે’ તેમનો ધંધો ડચકા ખાતા ખાતા ચાલે છે. તેમાંય અગર વિરોધ વંટોળમાં તેમની સંપતિને ન થવાનું નુકશાન થાય તો દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાય.
પહ્માવતમાં દીપિકા પડુકોન, શાહીદ કપુર અને રનધીર સિંધની ભૂમિકા છે. દીપીકા રાની પહ્મનીનું પાત્ર ભજવે છે. કરણી સેનાનો દાવો છે કે ઇતિહાસને તોડી મરોડીને ફિલ્મ રજુ કરાઇ રહી છે. જે અમે હરગીઝ નહી થવા દઇએ.
પહ્માવતની આડ અસર રૂપે ઘણી બધી ફિલ્મોની રીલીઝ પાછળ ઠેલાઇ છે. ફિલ્મો પેડમેન, ઐયારી, પરી, દત્ત, વિગેરે તમામ ફિલ્મોના રીલીઝના શિડયુલ ખોરવાઇ ગયા છે.
અક્ષયકુમાર અને સંજય લીલાએ સમજુતી કરીને પ્રેસ કોફરન્સ કરી હતી. અક્ષયે સમજીને પેડમેનની રીલીઝ પાછળ ઠેલી છે. સંજય લીલાએ તેના આભાર માન્યો હતો. ૨૫૦ થી ૩૦૦ કરોડના ખર્ચે ફિલ્મ બનાવનાર સંજય લીલાનું શરીર સાવ જ નંખાઇ ગયું છે જે એક તાજા જાહેર કાર્યક્રમમાં દેખાતુ હતું. શરુઆતમાં પહ્માવતનો વિરોધ તેને ફાયદો કરાવશે તેમ લાગતું હતું. પરંતુ બાજી ઉંધી પડી છે. આવતા દિવસોમાં પહ્માવતનો વિરોધની આગ કઇ કેટલાને દઝાડે છે તે જોવાનું રસપ્રદ બનશે.