- જવાહર ચાવડા કઈક નવાજુની કરે તેવા એંધાણ
- ભાજપનું ચિન્હ હટાવતો વિડીયો વાઈરલ કર્યો
- વિડીઓ જાહેર કાર્ય બાદ જવાહર ચાવડાનો ફોન સ્વીચ ઓફ
જુનાગઢ ન્યુઝ : ચુંટણી તો પૂરી થઈ પરંતુ પક્ષોમાં અંદરો અંદર વિખવાદ હજુ શમ્યો નથી ક્યાંક કોઈ નારાઝ તો ક્યાંક કોઈને મનામણા. તેવા સમયે લોકસભા ચૂંટણી અને 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી બાદ સૌરાષ્ટ્રમાં ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઊભી થઈ છે. પોરબંદર લોકસભા સીટ પરથી જંગી બહુમતીથી જીત્યા બાદ મનસુખ માંડવીયા માણાવદર વિધાનસભામાં આવતા વંથલીના પ્રવાસે હતા. 15 જૂને વંથલીમાં યોજાયેલા ધન્યવાદ સમારંભ કાર્યક્રમમાં મનસુખ માંડવીયાએ પોતાના સંબોધનમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભાજપ નેતા જવાહર ચાવડા અંગે કટાક્ષ કરતાં કહ્યું હતું કે કોઈ રીસાણા તો મે આગેવાનોને કહ્યું કે શું કરશું તો આગેવાનોએ કહ્યું લડી લેશું.
હવે મનસુખ માંડવીયાને જવાબ આપતા જવાહર ચાવડાએ એક વીડિયો જાહેર કરીને ભાજપ સામે બળવાના સ્પષ્ટ સંકેત આપ્યાં છે. વીડિયોમાં તેઓ ભાજપનું પોસ્ટર હટાવતા મનસુખ માંડવીયાનું નામ લઈને કહ્યું કે પોતાની સાચી ઓળખ શું હતી. જવાહર ચાવડાએ વીડિયોમાં આ રીતે મનસુખ ભાઈને જવાબ આપ્યો હતો કે
” નમસ્કાર મનસુખભાઈ માંડવીયા ”
ભાજપનું ચિન્હ હટાવી તેમણે કહ્યું કે મનસુખભાઈ આપને ધ્યાનમાં નહિ હોય પણ આ મારી ઓળખ અલગ હતી . આ ઓળખ અંદર ૧૦ વર્ષ દરમ્યાન માણાવદર અને વંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય કે ધોવાણના હતા . ખેડૂતનો સૌથી મોટો પ્રશ્ન અમારા વિસ્તારમાં ડાક જોનનો હતો . ડાક જોનની મોમેન્ટ ૩ વર્ષ સુધી ચલાવી હતી .
આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટેનું BPL સહાયતાનું અભિયાન ચાલુ કર્યું હતું . સોમનાથ , જુનાગઢ , જામનગર અને પોરબંદરમાં પાંચથી છ જીલ્લાની અંદર ૨૧ તાલુકામાં આખું અભિયાન ચાલુ કરાયું હતું જે અંતર્ગત ૭૫૦૦૦ હજાર ઉપરાંત ગરીબોને લાભ અપાવ્યો હતો .આ મારું કામ હતું . તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાવી દીધી હતી .
” નકલી હિંમત , તાકાત કે તેવડ તમારામાં હોત તો ચુંટણી પહેલા કે ચુંટણી દરમ્યાન બોલવાની જરૂર હતી . આપનો આભારી જવાહર ચાવડા ”