જાહન્વી કપૂર, ઇશાન ખટ્ટર, સારા અલી, સની દેઓલનો પુત્ર કરન દર્શકોના દિલ પર રાજ કરવા આવી રહ્યા છે.
જાહન્વી કપૂર ઇશાન ખટ્ટરની ફિલ્મ ‘ધડક’ સારા અલીખાનની ફિલ્મ ‘કેદારનાથ’ સની દેઓલના પુત્ર કરનની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ ૨૦૧૮માં રીલીઝ થશે.
નવી હીરોઇનોમાં દિશા પાટની ધીમી છતાં મકકમ ગતિએ આગળ વધી રહી છે. તેની આગામી ફિલ્મ ‘બીગ-ર’છે. તેનો હીરો ટાઇગર શ્રોફ છે. હમણાં જ પ્રેમીઓ દિશા અને ટાઇગર નવ વર્ષ શ્રીલંકામાં મનાવીને સ્વદેશ પરત ફર્યા છે.
આમ જોઇએ તો અમિતાભ યુગ પછી દર શુક્રવારે બોકસ ઓફીસનો બાદશાહ બદલાય છે. એક વાર જીતેન્દ્રએ કહ્યું હતું કે, બોલીવૂડમાં ૧ થી ૧૦ નંબર તો અભિતાભ બચ્ચનનો જ અમે બધા તેના પછી આવીયે,
અનુષ્ઠા પરણી ગઇ, દીપિકા પરણું પરણું કરે છે, પ્રિયંકા લગભગ અમેરિકા શિફટ થઇ ગઇ છે. કેટરીના સલમાન સાથે જ ચાલે છે. સોનમ કપુરના હાથ પીળા કરવા પપ્પા અનિલ ઉતાવળા છે. એવામાં નવોદિત હીરોઇન જાહન્વી, સારા અને સારા ચાન્સછે. ચકી પાંડેની પુત્રી અનન્યા પણ હીરોઇન બનવાની છે.
હીરોલોગમાં હજુ પુરાના ચાવલ શાહરુખ, સલમાન, આમીર, અક્ષય બોકસ ઓફીસ પર ચમકારો કરી જાય છે. શાહરુખ અને અક્ષયના પુત્રને ભાવિ સ્ટાર માનવામાં આવે છે. આ સિવાય તેઓ સ્ટાર પુત્ર હોવા છતાં સફળતા માટે સંધર્ષ કરવો પડશે અથવા સફળતા ટકાવવા ઝઝુમવું પડશે.
રીના રોય ફરી એક વખત સિલ્વર સ્ક્રીન ઉપર
શીશા હો યા દિલ હો આખીર તૂટ જાતા હૈ….. આ સુપરહીટ ગીત જેના પર ફિલ્માવાયું છે તે રીના રોય ૧૬ વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહી છે.
રીના રોય આવતીકા તારીખ ૭ જાન્યુઆરીથી શરુથતા ટીવી શો બાતે કહી અનકહી માં જોવા મળશે. આ શોનો નિર્માતા વિકાસ ગુપ્તા (બિગ બોસ ફેમ) છે. બાય ધ વે, ૭મી જાન્યુઆરી એ રીના રોયનો જન્મદિવસ પણ છે. તેની ફિલ્મો કાલીચરણ, વિશ્ર્વનાથ, આશા, અપનાપન, નાગીન વિગેરે જાણીતી છે.