રાજકોટના યુવક સામે જેતપૂરનાં સગાભાઈએ ખોટી ફરિયાદ કર્યા હોવાની ડીએસપીને રજુઆત
રાજકોટમાં મોરબી રોડ ખાતે રહેતા શૈલેષ ભાનુભાઈએ તેમનો ભાઈ ખોટી ફરિયાદ કરતો હોવાની ‚રલ ડીએસપીને રજુઆત કરી હતી.
રજુઆતમાં જણાવ્યા મુજબ તેઓ રાજકોટમાં રહે છે. માતા પિતા તથા ભાઈ જેતપૂર રહે છે.
તેઓ માસુમ વિદ્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. જેતપૂરમાં ખેતી હોવાથી ત્યા માતાનીમાલીકીના મકાનમાં જતા મોટાભાઈએ ગાળો તેમજ મારમાર્યો હતો. અને ૧૪ જૂનના રોજ ખોટી ફરિયાદ દાખલ કરી અમને જેલમાં ધકેવ્યા હતા.
ત્યારબાદ ગઈકાલે અમે માતાના મૂકામે ગયા ત્યારે મોટાભાઈ વિનુભાઈ તથા તેમની પત્ની રસ્મીતાબેન હાજર હતા. અમે માતાને ખોરાકીના પૈસા આપવા ગયા હતા યારે પણ મોટાભાઈએ અમનેક ભૂંડી ગાળો દેવા લાગ્યા અને કહ્યું હતુ તો હમણા જ જામીન ઉપર છૂટયો છો હવે તને જામીન ન મળે તેવો ખોટો કેસ કરીને ફીટ કરીદ વો છે.
તેમની પત્નીએ પણ ધમકી આપતા કહ્યું કે હવે અહીંયા આવ્યો છો તો મારી હાથે કપડા ફાડીને પોલીસ સ્ટેશનમાં તારા વિ‚ધ્ધ ખોટી ફરિયાદ કરી દઈશ અને તને જામીન પર છૂટવા નહી દઉ આ સાથે બંનેએ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. અગાઉ પણ વિનુભાઈએ બે ત્રણ ખોટી ફરીયાદો કરી છે.
બંને ભાઈઓનો મકાન પર સરખો હકક હોવા છતાં તેઓ મકાનમાં પ્રવેશવા દેતા નથી તેમની પત્ની બળાત્કારના પ્રયાસની ખોટી ફરિયાદ કરે તો નોકરી, આબ‚ને ઘણુ નુકશાન થવા
લાયક છે.
જેથી આવી કોઈ ખોટી ફરિયાદ થાય તો યોગ્ય તપાસ કરવાની માંગ છે. મોટાભાઈ માતાના મકાને જતા અટકાવે નહી તે માટે પોલીસ રક્ષણ આપવું તેમજ યોગ્ય કાર્યવાહી કરવાની અરજદારની માંગણી છે.