રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતરીપ સૂદ સાહેબની સુચના મૂજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.જે સુચના તથા માર્ગદર્શન હેઠળ ગઇકાલ રાત્રી ના જેતપુર તાલુકા પો. સ્ટે.ના પો.સબ ઇન્સ. એચ.એ.જાડેજા તથા સ્ટાફ ના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી રાહે ચોકકસ હકીકત મળે કે એક સફેદ કલરની મારૂતીવાન રજી ન GJ-૧૧-E-૫૫૧૩ દેશી દારૂ ભરી જુનાગઢ તરફથી આવનાર હોય તેમજ સદરુહ કારના પાયલોટીગમા સેન્ટ્રો કાર નંબર GJ-૦૫-CA-૮૪૩૫ નીકળ નાર હોય જે હકીકત આધારે ધવલ સ્કૂલ પાસે વોચમાં હતા.
તે દરમ્યાન જુનાગઢ તરફથી સદરુહ પાયલોટીગ વાડી કાર આવતાં તેને રોકવી લીધેલ હોય થોડી વારમા દેશી દારૂ ભરેલ મારૂતીવાન આવતા સદરુહ મારૂતી વાનને રોકાવી ચેક કારતા મારૂતીવાન માંથી દેશી દારૂ ના બુંગીયા નં.૧૫૨ દરેક મા દારૂ લી. ૫ મળી કુલ દેશી દારૂ લી. ૭૬૦/- કિ.રૂ. ૧૫,૨૦૦/- તથા મારૂતીવાન રજી નં GJ-૧૧-E-૫૫૧૩ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-મળી તેમજ સેન્ટ્રો કાર GJ-0૫-CA-૮૪૩૫ કિમત રૂ ૩૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ ૪ કિ. રૂ. ૩૧૫૦૦/ કુલ ૧૦૬૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેની વિરૂદ્ધ પ્રોહી એકટ હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
તેમજ સદરુહ બંને ગાડી માંથી પકડાયેલ આરોપીઓ નબર (૧) કરણભાઇ અમનભાઇ મકવાણા તથા (૨) કામલેશભાઇ ઉર્ફે સાઇ પ્રતાપભાઇ ચાંદલાણી તથા (૩) રાજેશભાઇ જીણાભાઇ સામતા તથા (૪) જીતેશભાઇ પરષોતમભાઇ સેનજેરીયા રહે ચારેય જુનાગઢ તથા સદરુહ દારૂ મગાવનાર (૫) વિવેક ઉર્ફે વીકી હરસુખભાઇ ગુજરાતી રહે ગુજરાતીની વાડી જેતપુર તેમજ પકડવા પરબાકી (૬) શારદાબેન કોળી રહે.રેલવેના જુના પુલ પાસે સામાકાઠે જેતપુર.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com