રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મિણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે અન્વયે જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. એચ. એ.જાડેજાના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ખાનગીરાહે હકીકત મળેલ કે દેરડી ગામે મેલડી મા ના મંદીર પાસે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમે છે જેથી હકીકત વાડી જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા કુલ ૮ ઇસમો મળી આવેલ જે પૈકી…
(1) જગદીશભાઈ જીવાભાઇ જીજુવાડીયા,
(2) અશોકભાઈ ઘેલાભાઇ બારીયા,
(3) શંભુભાઇ જીવરાજભાઇ બારિયા,
(4) ઘર્મેશભાઈ કડવાભાઇ બારિયા,
(5) નિલેશભાઇ ચીમનભાઈ બારિયા,
(6) વિનોદભાઈ વજુભાઈ જીજુવાડિયા,
(7) પ્રકાશગિરી બાલગિરી અપારનાથી,
(8) મનોજભાઇ બાબુભાઈ જીજુવાડિયા રહે. બઘા દેરડી ગામ તા. જેતપુર વાળાઓને જુગાર ના સાહિત્ય સાથે રોકડા રૂ. ૧૫૩૨૦ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એ.એસ.આઇ.મજનુભાઇ મનાત. હેડ કોન્સ ભુરાભાઇ માલીવાડ, પો.કોન્સ.નીલેશભાઇ ડાંગર, પો.કોન્સ.દિનેશભાઈ ખાટરિયા, પો.કોન્સ.જયસુખભાઇ સોરિયા વિગેરે સ્ટાફ ના જોડાયા હતા.