જિલ્લા પોલીસવડા અંતરિપ સૂદ સહિતના ઉચ્ચ અધિકારીઓના ધામા: ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સરદાર પટેલ વિશે અણછાજતું બોલનાર કલાકારની વિરુધ્ધ આવેદનપત્ર વેળાએ દરબારોએ હુમલો કર્યો’તો
લોકડાયરામાં સરદાર પટેલ વિશે અણછાજતું બોલવા બદલ કલાકાર દેવાયત થાવડ સામે પગલા લેવા જેતપુર સરદાર પટેલ એસોશીએશન દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવા જતી વેળાએ ત્રણ દરબાર યુવાનો દ્વારા હુમલાની ઘટનાને પગલે આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ જેતપુર સરદાર પટેલ એસોશીએસન દ્વારા ત્રણ-દિવસ પૂર્વ મામલતદારને સરદાર પટેલ વિશે લોક ડાયરામાં લોક કલાકાર દેવાયત થાવડ દ્વારા અણછાજતું બોલતા જેની સામે પગલા લેવા આવેદનપત્ર પાઠવવા જતી વેળાએ દરબાર જુથના ત્રણ યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દરબાર જુથના સભ્યો દ્વારા કરાયેલા હુમલાના વિરોધમાં સરદાર પટેલ એશોસીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર પાઠવવામાં સરદાર પટેલ એસોશીએશનના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જેતપુરની બજારો બંધ હોવાથી તંગદીલી જેવું વાતાવરણ હોવાની જિલ્લા પોલીસવડા અંતરિપ સુદ સહિતના ઉચ્ચ અધિકારીઓ જેતપુર દોડી ગયા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી.