11 કે.વિ ટી.સી.માં ચાલુ પવારે મજૂરને કામ કરવા ચડાવત શોટ લાગી નીચે પડતા મોત નીપજ્યું
બનાવ બનતા પી.જી.વિ.સી.એલ ના કર્મચારીઓ ઢાંકપિછોડો કરવા પોહચી ગયા
અગાવ પણ આવી ભૂલને કારણે એક વૃદ્ધને તેનો જીવ ગુમાવો પડ્યો હતો
જેતપુર સીટી પીજીવીસીએલ માં આજે સવારે ચાલુ વીજ પવારે એક મજુરને ટી.સી.પર કામ કરવા ચડાવતા તેને શોક લગતા નીચે પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું
જાણવા મળતી વિગત મુજબ અહીંના કણકિયા પ્લોટ વિસ્તારમાં સવારના સમયે આ વિસ્તારમાં નાખવામાં આવેલ ટી.સી. ને ચાર્જ કરવાની કામગીરી ચાલુ હતી તેમજ આજ રોડ પર નવો વાયર પણ નાખવામાં આવી રહ્યાંયો હતો ત્યારે ત્યાં હાજર રહેલ આસિસ્ટન્ટ લાઈન મેન ગુજરાતી દ્વારા કોન્ટ્રાક્ટ પર કામે આવેલ મજુર લાખારામ સોમરામ સારણ ઉં.33 રહે સાલકા ગામ તા.ધોરીમલા જીલો બાડમેર રાજેસ્થાન વાળને ઇલેક્ટ્રિક પોલ પર ચડી કામ કરવાની સૂચના આપવમાં આવી ત્યારે અચાનક લાખારામ ને વીજ કરંટ લગતા તે પોલ પરથી નીચે પટકાયો હતો અને તેને માથા ના ભાગે ગંભીર ઇજા પોહ્ચ્તા તેને અહીંની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ આવતા તેનું મોત નીપજ્યું હતું
આ મજૂરના મોત થતા પી.જી.વિ.સી.એલ ના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી તેમની બેદરકારી અંગે ઢાંકપીછોડા કરવાનું શરૂ કરી દીધું હતું
રિપેરિંગ કામ સમયે વીજ પુરવઠો ચાલુ રખાયો
અહીંના કણકિયા પ્લોટ વિસ્તારમાં ટી.સી. નું કામ ચાલુ હતું તે સમયે ખરેખર વીજ વુરવઠો બંધ કરી ત્યારબાદ તેની ચકાસણી કાર્ય બાદ જ રિપેરિંગ કામ કરવાનું હોઈ છે પણ પી.જી.વી.સી.એલ ના આસિસ્ટન્ટ લાઈન મેન જાણે આ નિયમો જાણતા ન હોઈ કે તેને કામ પ્રત્યે બેદરકારી દાખવી આ ગંભીર ભૂલ કરી એક મજુરનો ભોગ લેવાયો છે
અગાવ પણ પી.જી.વિ.સી.એલ ની બેદરકારી ને કારણે અનેક બનાવો બન્યા છે
શહેરમાં પી.જી.વિ.સી.એલ ની બેદરકારી ને કારણે શહેરમાં એક પછી એક બનવો સામે આવતા જોવા મળે છે અન આવડત અને બેદરકારી વાળો સ્ટાફ ને કારણે માનવ જિંદગી અને અનેક પશુઓ ના મોત પણ નિપજ્યા છે થોડા સમય પેહલા જ અહીંના સામા કાંઠે એક રહેણાંક મકાન ઉપરથી પસાર થતો 11 કે.વિ વાયર ટેલિફોન વાયર ને અડી જતા ઘરમાં ખાટલા પર સુતેલ એક વૃદ્ધ નું મોત નીપજ્યું હતું
કોન્ટ્રાક્ટર ના માણસો ને સેફ્ટી ના કોઈ સાધનો આપ્યા જ ન હતા
વીજ પુરવઠા નું કામ કરતા દરેક મજૂરો પાસે પોલ પર કામ કરતા હોઈ ત્યારે જીવ જોખમાઈ નહિ તે માટે પગના બુટ,હાથના ગ્લોસ,હેલ્મેટ તેમજ પોલ માં ચડવા માટે સેફ્ટી બેલ્ટ ખાસ જરૂર હોઈ છે પણ પી.જી.વિ.સી.એલ ના આસિસ્ટન્ટ લાઈન મેન ની નજર સામે કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા હતા છતાં તેમના દ્વારા આ એકેય વસ્તુની ચકાસણી કરવામાં આવેલ ન હતી જે એક ઘોર બેદરકારી નહિ તો શું કહેવાય
પી.જી.વિ.સી.એલ અધિકારી શું કહે છે
અહીંના કણકિયા પ્લોટ વિસ્તારમાં સવારે પી.જી.વિ.સી.એલ ની ઘોરબેદરકારી માં એક મજુરે પોતાનો જીવ ગુમાવ્યો જે અંગે પી.જી.વિ.સી.એલ ના ડેપ્યુટી ઈજનેર ને પૂછતાં તેમને જણાવેલ હતું કે કંપની ના નિયમ મુજબ આસિસ્ટન્ટ લાઈન મેન પર પગલાં લઇ કાર્યવાહી કરવામાં આવશે.