૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે: સાથે બટુકો જનોઈ સંસ્કાર ધારણ કરશે
પરશુરામ સેના જેતપુર આયોજીત સમુહ લગ્ન તથા યજ્ઞોપવિત ઉત્સવનું તા.૨૦. ને રવિવારના રોજ જીમખાના મેદાન, બસ સ્ટેન્ડ સામે, જેતપૂર મકામે આ શુભ કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. સાથે ૩ બટુકો પણ યજ્ઞોપવિત જનોઈ સંસ્કાર ધારણ કરશે. નવદંપતિઓને કુલ ૭૦થી વધુ જાતની ઘર વપરાશની ચીજ વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે.
જેમાં દાતા ઓસાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા, ભારતી વિદયોત્તેજક સહાય, રાજકોટ ભારતીબાળા રમેશભાઈ ઠાકર, સુડાવડવાળા હાલ મુંબઈ, સ્વ. ધીરજલાલ મોહનલાલ મહેતા, વિસાદર, હ. અમીતભાઈ, ચીન્ટુભાઈ, જીજ્ઞેશભાઈ મહેતા, રવીભાઈ આંબલીયા સ્વ. જે.ડી. આંબલીયા એજયુ. ચેરી. ટ્રસ્ટ જેતપૂર સહિત કુલ અંદાજે ૧૫થી વધારે દાતાઓ સહયોગ આપી રહ્યા છે કરીયાવરમાં પરશુરામ ભગવાનની છબી, મંગલસુત્ર, કાનની બુટ્ટી, સોનાની ચૂંક, ચાંદીના સાંકળા, કબાટ, શેટ્ટી, ખુરશી નં. ૨ ટીપોય, ડબલ બેડ ગાદલ, ઓશીકા નંગ ૨ સહિત ઘર વપરાશ અને ફર્નીરની અનેક ચીજ વસ્તુઓ આપવામાં આવશે.
અબતક મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતુ કે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોટી હવેલી જેતપૂર બીરાજમાન પ.પૂ. જે.જે. પ્રિયાંકરાયજી મહોદય, પોરબંદરના સાંસદ વિઠલભાઈ રાદડીયા તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા કે જે વર્ષોથી આ સંસ્થાને મદદરૂપ થાય છે. તેમજ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, રાજકોટના ડી.વાય.એસ.પી.એસ.એસ. મહેતા, જેતપૂર જીમખાનાના પ્રમુખ વસંતભાઈ પટેલ મા‚તી કુરીયરવાળા રામભાઈ મોકરીયા, અમદાવાદ કેન્સર હોસ્પિટલના ડીરેકટર જીજ્ઞેશભાઈ મહેતા, કુસુમબેન સખરેલીયા, કલ્પનાબેન પટેલ, જેસુખભાઈ ગુજરાતી, હરેશભાઈ પંડયા, જગદીશભાઈ પાંભર, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, રાજકોટ મહાનગરપાલીકાના ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, એન.આર. વ્યાસ, ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્ય અતિથિ વિશેષ તરીકે શાસ્ત્રીજી રમેશભાઈ ઠાકર મહંત વસંતબાપુ, વી.આઈ. પંડયા, આચાર્ય ડો. રવીદર્શન મહારાજ, છેલભાઈ જોષી, અનુભાઈ તેરૈયા, ચેતન મહારાજ ઉપસ્થિત રહેશે.
તા.૨૦.૧ રવિવારના સવારે ૫.૩૦ મંડપારોપણ, ત્યારબાદ ગ્રહશાંતિ, સવારે ૬.૩૦ યજ્ઞોપવિત, સવારે ૭ વાગ્યે જાન આગમન, ૧૦ કલાકે વરઘોડો, ૧૦.૩૦ વાગ્યે હસ્તમેળાપ, ૧૧ કલાકે આર્શીવચન, ૧૧.૩૦ કલાકે ભોજન સમારંભ અને અંતમાં બપોર બાદ જાન વિદાય યોજાશે. આ સમુહ લગ્નને લગતી વિશેષ માહિતી માટે મો.નં. ૯૮૨૫૮૧૧૨૭૮ અને ૯૯૯૮૧૯૪૭૯૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.