શહેરના લારી ધારકોને પાલિકા એ જગ્યા ફાળવી
એમ.જી રોડ નું દબાણ હટાવા માંગ
પાલિકા તેમજ પોલીસ દ્વારા કરાઈ કામગીરી
જેતપુર માં આજે નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સી.બી.રબારી તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ સાથે જેતપુર ના સરકારી હોસ્પિટલ રોડ. કણકીયા પ્લોટ. બસસ્ટેન્ડરોડ સ્ટેન્ડચોક. એમજીરોડ ઉપર દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી નગરપાલિકા દવારા દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરતાં પહેલાં કેબીન ધારકો રેંકડી ધારકો ને ત્રણ દિવસ પહેલા સ્વૈચ્છિક દબાણ હટાવી લેવાની નોટિસ પાઠવેલ હતી જેના અનુસંધાને આજે સવાર થીજ ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા એ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવા માં આવિ હતી.
જેતપુર ના ચીફ ઓફિસર દવારા જણાવેલ કે આદબાણ હટાવ ઝૂંબેશ કાલે પણ હાથ ધરવામાં આવશે અને કેબીન ધારકો અને વેપારીઓને ફરીવાર દબાણ નો કરે તેની સૂચના આપવામાં આવિ હતી. પરંતુ ફરી બપોર બાદ રેંકડી ધારકો રસ્તા પર આવી જતા પાલિકા સ્ટાફ આવી તેમને દુર કરવામાં આવેલ અને અમુક રેંકડી ધારકોને દંડ પણ ફટકારવામાં આવેલ.
રેંકડી ધારકોને જગ્યા ફાળવામાં આવેલ છતાં ત્યાં જતા નથી
શહેર ના મુખ્ય રસ્તા પર ફ્રુટ,શાકભાજી તેમજ ખાણી પીણી ની રેંકડી ધારકો ને પાલિકા દ્વારા પાલિકા ના ખાલી પડેલ પ્લોટ તેમજ બિન જરૂરી પડેલ જગ્યા સાફ કરી ફલાવવામાં આવેલ છે તેમ છતાં ત્યાં ઉભા રહેવા ને બદલે રસ્તા પર જ ઉભા રહે છે
શહેરના એમ.જી રોડ પર દુકાનો ની આગળ પેસકદમી દૂર કરવા માંગ
શહેરના મુખ્ય રસ્તા એમ.જી.રોડ પર દુકાન ધારકો પોતાની દુકાનની આગળ બે થી ત્રણ ફૂટ જેવું દબાણ કરી પોતાનો માલ સમાન રાખી રસ્તાઓ રોકી રાખે છે જેથી આજ રસ્તા પર મંદિરો તેમજ દરગાહ પર જવા માટે રોજ લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે જથી પાલિકા તત્ક્લીક આ દબાણ દૂર કરાવે તેવી લોકોની માંગણી છે.