કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાની અઘ્યક્ષતામાં મળેલી બેઠકમાં વેપારીઓએ ખંડણી ખોરોના નામ લીધા વિના આપવીતી વર્ણવી
શહેરના ધોરાજી રોડ પર રહેતા અને જસ્મીના પ્રિન્ટ નામના સાડીના કારખાનાના માલીક વિનોદભાઈ ડોબરીયાને પોરબંદરની ગેંગના રામા નાથા ખૂંટી , વનરાજ કેશવાલા , રમેશ ખુંટી અને કુંતલ ઓડેદરા તેમજ બીજા અજાણ્યા શખ્સોએ કારખાનાએ જઈ ખંડણી માટે ધમકી આપતા વિનોદભાઈએ સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવી પોરબંદરની આજ ગેંગેને શહેરની વિનાયક ફાયનાન્સ નામની ધીરધાર કરતી ફાયનાન્સ પેઢી ઉઠી જતા ફાયનાન્સર શૈલેષભાઈ રામદેવપુત્ર દ્વારા લેણદારો લેણિયાતની રકમ પાછી ન માંગે તે માટે અને વ્યાજે આપેલ રકમ તરત જ પરત મળી જાય.
તે માટેનો હવાલો આપ્યાની શહેરના એક કારખાનેદાર વસંતભાઈ ટોળીયાએ થોડા દિવસ પૂર્વે આ ગેંગે શહેરના સ્ટેન્ડ ચોકમાં તેમની પર હુમલો કરતા પોલીસ ફરીયાદમાં નોંધાવી હતી પરંતુ આ કેસમાં તમામ આરોપીઓ આગોતરા જામીન લઈ આવ્યા બાદ ફરી વેપારીઓને વિનાયક ફાયનાન્સ માટે લીધેલ હવાલા બાબતે ધમકી આપવા લાગેલ જેમાંથી મોટા ભાગના વેપારીઓએ વ્યાજે લીધેલ રકમ તોતિંગ વ્યાજ સાથે ચુકવી દીધેલ છે .
જેથી આ ગેંગનો હોંસલો બુલંદ થતાં તેમણે અન્ય કારખાનેદારોને હવે ખંડણી માટે ધમકીઓ આપવા લાગેલ જેમા જસ્મીના પ્રિન્ટ નામના સાડીના માલીક વિનોદભાઈને ધમકી આપતા તેમણે પોલીસ ફરીયાદ નોંધાવેલ અને આ ફરીયાદના અનુસંધાને વેપારીઓએ આ ગેંગથી છુટકારો મેળવવા માટે આજે નવી સરદાર પટેલ વાડી ખાતે શહેરભરના વેપારીઓની એક બેઠક બોલાવતા લગભગ પાંચ હજાર જેટલા નાના મોટા વેપારીઓ આ બેઠકમાં ઉમટી પડ્યા બેઠકનું સુકાન કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ સંભાળેલ પરંતુ ગુંડા રાજના ભયથી ભયમુક્ત થવા માટે મળેલ આ બેઠકના સંચાલકો અને વેપારીઓ ખુદ ભયના ઓથાર હેઠળ હોય તેમ પત્રકારોને પહેલા શુટીંગ બંધ કરવા જણાવેલ બાદમાં પોતાનું પ્રવચન શરૂ કર્યું.
જેમા પ્રથમ ખંડણીનો ભોગ બનનાર ફરીયાદી માંડ દસથી બાર શબ્દો બોલ્યા પછી વારો આવ્યો જેની આગેવાનીમાં બેઠક મળેલ તે જયેશભાઈ રાદડિયાનો જેમણે પોતાનું પ્રવચન માત્ર ત્રણ મિનીટમાં એક પણ ખંડણી ખોરના નામ લીધા વગર ઉતાવળ ઉતાવળમાં પોતનું પ્રવચન પૂર્ણ કરી તરત જ ત્યાંથી નીકળી ગયા એટલે કે ખંડણીખોરોના ભયથી મુક્ત થવા માટે મળેલ આ બેઠકના સંચાલકો અને વેપારીઓ ખુદ ભય હેઠળ થર થર ધ્રૂજતા હોય તેમ તરત જ કોઈ પણ ખંડણીખોરનું નામ લીધા વગર આટોપી લીધી હતી.
આ બેઠકમાં રાજકોટ રહેતા જેતપુરના રાજવી વીર ચાંપરાજવાળાના વસંજ વિજયભાઈ વાળા ખાસ ઉપસ્થીત રહ્યા હતા અને તેઓએ ગત રોજ મુખ્યમંત્રીને એક પત્ર લખી ઔદ્યોગિક શહેર જેતપુરને પોરબંદરની ગેંગથી છુટકારો અપાવવા માંગ કરી છે.