ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જેતપુર ખાતે રૂ. ૨૬૧ લાખના ખર્ચે  નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું લોકાર્પણ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા તથા અન્ય મહાનુભાવોએ તક્તીનું અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને આરામદાયક અને કિફાયતી દરે મુસાફરીની મહત્તમ સુવિધા ઉપલબધ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુસાફરોને સારી સુવિધાવાળુ બસ સ્ટેશન જેતપૂર ખાતે મળી રહે તે ખુબ જરૂરી હતું. જેતપુર એ રાજકોટ-જૂનાગઢ વચ્ચેનું એક મહત્વનું સ્ટેશન છે. જેના કારણે આ એસ.ટી.બસ સ્ટેશન ૫ર રોજ મોટી સંખ્યામાં મુસાફરોની આવન-જાવન રહે છે.

આ બસ સ્ટેશનનું જેતપુર ખાતે નવનિર્માણ થવાના કારણે મહત્તમ લોકોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે. આધુનિક સુવિધાથી સજ્જ બસ સ્ટેશનના કારણે હવે વધુમાં વધુ લોકો આ બસ સ્ટેશનનના માધ્યમથી મુસાફરી કરી શકશે. આ તકે ભારતી આશ્રમ, સરખેજના મહંત ઋષિ ભારતી સ્વામીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત જૂનાગઢ એસ.ટીના વિભાગીય નિયામક જી.ઓ.શાહે કર્યું હતું.

આ પ્રસંગે જેતપુર-નવાગઢ નગરપાલિકાના પ્રમુખ  કુસુમબેન સખરોલીયા, જેતપુર તાલુકા પંચાયત ભાવનાબેન સોલંકી, જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોશિએસનના પ્રમુખ રાજુભાઈ પટેલ, વિભાગીય પરિવહન અધિકારી એચ.એન.ખાંભલા, વહિવટી અઘિકારી, એમ.જે.બરંડા, મેહુલભાઈ મકવાણા, કેન્દ્ર વ્યવસ્થાપક પી.યુ.મીર સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.