તંત્ર અને કોન્ટ્રાકટરનીઅણ આવડતને કારણે શહેરની સુંદરતા વીસરાઈ: ડોર ટુ ડોર કચરો એકત્ર થતો નથી
જેતપુર શહેર કે થોડા સમય પહેલા સ્વચ્છતા માટે પોતાનું આગવું નામ ધરાવતું હતું તેમજ રાજ્યમાં તેનો સ્વચ્છતા માટે ક્રમ આવતો હતો એજ શહેર આજે ગંદકીમાં ગરકાવ થઈ ગયો છે
શહેરના દરેક વિસ્તારમાં ગંદકી તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા ડોર ટુ ડોર ની કામગીરી થતી ન હોઈ શહેરમાં ભારે ઉહાપો મચી જવા પામ્યો છે પરંતુ આ કોન્ટ્રક્ટર કે પાલિકા તંત્રનું પેટ નું પાણી હલતું ન હોઈ તેવું દેખાઈ આવી રહ્યું છે
રાજ્ય સરકાર દ્વારા દરેક શહેરમાં ડોર ટુ ડોર ધન કચરો લઈ જવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે પરંતુ જાહનવી ક્ધસ્ટ્રક્શન દ્વારા શહેરના મુખ્ય વિસ્તાર તેમજ વજન ધરાવતા વોર્ડ માં જ પોતાની કામગીરી કરી સંતોષ માની લે છે જયારે પછાત કે દૂર ના વિસ્તારોમાં ત્રણ કે ચાર દિવસે એક વાર પોતાની ગાડી મોકલવામાં આવે છેજાહનવી કન્ટ્રક્શન પાસે હાલ શહેર માંથી કચરો એકત્ર કરવા વાહનો નથી જેમાં ડોર ટુ ડોર માત્ર કુલ ૧૪ ગાડી માંથી ૪ ગાડી રિપેરિંગ ના બાના હેઠળ બંધ કરી મૂકી દેવામાં આવશે છે અને માત્ર છ ટ્રેકટરમાં આખા ગામ માં પોઇન્ટ પર મોકલવામાં આવે છે જેથી કોઈ કામગીરી થતી નથી
આ કોન્ટ્રક્ટર દ્વારા ગયા વર્ષ કરતા ઓછા ડાઉન ભાવે રાજકીય ઓઠા હેઠળ કામ મેળવી લીધું છે પરંતુ તેને આ ભાવે પોસાઈ તેમ ન હોઈ શહેરમાં ડોર ટુ ડોર ની ગાડીયો તેમજ કચરાના ટ્રાક્ટર ઓછા રાખેલ છે જેથી મજૂરો તેમજ ગાડીયોના ડીઝલમાં બચત થઈ શકે અને શહેરના નાગરિકો તેમજ પાલિકાના સદસિયો દ્વારા પણ કચરા અંગે ઘણી ફરિયાદો આવે છે પરંતુ તેને રાજકીય ઓથ હોઈ તે કોઈને જવાબ આપતા નથી
શહેરમાં કચરા તેમજ ડોર ટુ ડોર ની કામગીરી ૩૬૫ દિવસની કોન્ટ્રાક્ટમાં લખેલ છે જ્યારે કોન્ટ્રક્ટર દ્વારા રવિવારે કામ સંપૂર્ણ બંધ રાખવામાં આવે છે અને ઉલટા ચોર કોટવાલ કો દાટે તેમ કોન્ટ્રક્ટર કહે છે કે પાલિકાના કોઈ કર્મચારી રવિવારે વજન કાંટે હોતું ન હોઈ રજા રાખવામાં આવે છે
શહેરમાં વધતી જતી કચરા અને ગંદકી ની સમસીયા અંગે પાલિકાના સેનિટેસન વિભાગના ઇન્સ્પેક્ટર હર્ષદભાઇ ટાટામિયાએ જણાવેલ કે અમારા દ્વારા કોન્ટ્રક્ટર ને અનેક વખત ફરિયાદો બાબતે સૂચના આપવામાં આવેલ છે અને પાલિકાના આ વિભાગ પાસે વજન કાંટે અરસપરસ બે માણસો રાખેલ હોઈ જેથી અમારે રજાનો કોઈ સવાલ આવતો નથી ઉલટા નું કોન્ટ્રક્ટર રવિવારે રજા રાખે