વ્યાજદર ઘટાડવાની સાથો સાથ અનેકવિધ મુદાઓ ઉપર થઈ હતી ચર્ચા
ભારતીય રિઝર્વ બેંકનાં ગર્વનર શકિતકાંતદાસ રવિવારનાં રોજ નાણામંત્રી અરૂણ જેટલી સાથે ભારતની અર્થ વ્યવસ્થાને લઈ ગુપતેગુ કરી હતી. તેઓએ આ મિટીંગને કર્ટશી મિટીંગ તરીકે જાહેર કરી હતી. ચુંટણી પરિણામ આવ્યા બાદ સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે આ પ્રથમ મુલાકાત માનવામાં આવે છે કે જે કલાકો સુધી લાંબી ચાલી હતી. બેઠકમાં વિત મંત્રી અને આરબીઆઈનાં ગર્વનર વચ્ચે વ્યાજદર ઘટાવવા અંગેનો પણ મુદો ચર્ચાયો હતો ત્યારે કહી શકાય કે આવનારા દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થાય તેવી પણ શકયતા જોવાઈ રહી છે.
વિશેષરૂપથી વાત કરવામાં આવે તો ઉધોગકારો અને અર્થશાસ્ત્રીઓ દેશની અર્થવ્યવસ્થા ધીમી થઈ હોવાનું પણ ચર્ચા કરી રહ્યાં છે અને સાથો સાથ આર્થિક કટોકટી અને આર્થિક ખેંચતાણ કે જે એનબીએફસી કંપનીઓને સતાવી રહી છે તે પણ એક મુખ્ય કારણ માનવામાં આવે છે. વધુમાં વાત કરવામાં આવે તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોનનાં રીસ્ટ્રકચર અંગે પણ નવી પોલીસીનું નિર્માણ કરશે જે કંપની નાદારી જાહેર કરે છે તે કંપની વિરુઘ્ધ પણ યોગ્ય કાર્યવાહી લેવામાં આવશે.
કયાંકને કયાંક આ મુદા અંગે પણ નાણામંત્રી અરૂણ જેટલી સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. શુક્રવારનાં રોજ અરૂણ જેટલી નાણામંત્રાલયનાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાર્તાલાપ અને ચર્ચા કરી હતી જેમાં તેઓએ બે મહિનાનું એકસટેન્શન પણ કમિટીને આપ્યું હતું તો કયાંકને કયાંક એવી પણ અફવા ઉડી હતી કે, નાણામંત્રીની તબિયત નાદુરસ્ત હોવાનાં કારણે આરબીઆઈનાં ગર્વનર શકિતકાંતદાસે અરૂણ જેટલીની મુલાકાત લીધી હોય.
પરંતુ સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર નાણામંત્રીની તબિયત સારી હોવાનું બહાર આવ્યું હતું અને મિડીયા દ્વારા પ્રસારિત કરવામાં આવતી નાણામંત્રીની તબિયતને અફવા પણ ગણાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી ટર્મમાં ફરીથી પ્રધાનમંત્રી પદનાં શપથ લીધા બાદ મંત્રી મંડળમાં વિસ્તૃતિકરણ પણ કરવામાં આવશે ત્યારે નાણા મંત્રી અરૂણ જેટલી જે નાણા મંત્રાલયનો ચાર્જ સંભાળી રહ્યા છે.
સાથો સાથ તેમનાં પર ડિફેન્સ, ઈન્ફોર્મેશન એન્ડ બ્રોક કાસ્ટીંગ અને કોર્પોરેટ અફેર્સનો પણ ચાર્જ હોવાનાં કારણે નવાં મંત્રી મંડળનાં ગઠન બાદ ૪૫ દિવસની અંદર દેશની અર્થવ્યવસ્થાને ધ્યાને લઈ બજેટ પણ ડ્રાફટ કરવામાં આવશે.