પ્રથમ દિવસે જ જુગારનો દરોડો પાડી રેલવે પોલીસને પણ દોડતા કર્યા
શહેર પોલીસ સ્ટેશનમાં જેમ પોલીસ ચોકી હોય તેમ ગ્રામ્ય તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દૂરના ગામડાઓની સેવા માટે તે ગામડાના જૂથ પૈકી જે ગામ સૌથી મોટુ હોય ત્યાં એક પોલીસ ચોકી હોય છે. જેને આઉટ પોસ્ટ કહેવામાં આવે છે. જેમાં બેથીચારની સંખ્યામાં જમાદાર અને કોન્સ્ટેબલની નિમણુંક હોય છે જેના ઈન્ચાર્જને ઓ.પી. જમાદાર કહે છે.
ફોજદારના પ્રોબેશન પીરીયડમા ચારેક સપ્તાહનો આઉટ પોસ્ટનો પણ તાલીમી કાર્યક્રમ હોય છે. ફોજદાર જયદેવનો જેતપૂર તાલુકાના વિરપૂર (જલારામ) આઉટ પોસ્ટનો અને તેના મીત્ર ફોજદાર રાણાનો જેતપૂર તાલુકાના જ જેતલસર જંકશન આઉટ પોસ્ટનો હુકમ હતો. જયદેવ અને રાણા જુનાગઢ તાલીમ કોલેજથી જ મીત્રો હતા આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાની સુવિધા ન હતી તેથી બંનેએ જેતપૂર ખાતે જ રહેવાનું નકકી કર્યું અને બંનેએ નકકી કર્યું કે અર્ધો દિવસ જેતલસર અને અરધો દિવસ વિરપૂર સાથે જ જવું.
જેથી આગલા દિવસે જ જયદેવ અને રાણાએ જેતપૂર તાલુકા પોલીસ સ્ટેશનથી જેતલસર તથા વિરપૂર ઓ.પી.માં બંને જણા આવતીકાલે આવવાના છે તેની વર્ધી અપાવી દીધી સામાન્ય રીતે ઓ.પી.ના જમાદારો પોતાને સ્વતંત્ર સમજતા હોય છે.તેમને તાલીમ માટે આવતા ફોજદારો ભાર‚પ લાગતા હોય છે. અને તેઓ જેતે પોલીસ સ્ટેશનના રેગ્યુલર ફોજદારો ને જ આજ્ઞાંકિત હોય તેમને પૂછીનેજ તમામ કાર્ય કરતા હોય છે.
રાણા અને જયદેવ બંને મોટર સાયકલ લઈ પહેલા જેતલસર જંકશન આવ્યા ગામમાં દાખલ થતા જ ઓ.પી.નું બે માળનું મકાન હતુ નીચે કોન્સ્ટેબલ રાહ જોઈને ઉભો હતો. બંને પહોચ્યા એટલે કોન્સ્ટેબલે સલામ કરી રાણએ પૂછયું જમાદાર હાજર નથી? તેણે કહ્યું કયાંક બહાર ગયેલ છે. રાણાએ પુછયું ગઈકાલની અમારા આવવાની વર્ધી મળી ગઈ હતી ? તેણે જણાવ્યું કે હા મળી ગઈ હતી. જમાદાર જમાનાના ખાધેલા પીધેલા ધીધાર જમાદાર હશે તેથી કોન્સ્ટેબલને બારોબાર જવાબ આપી દેવા કહ્યું હશે.
ઓ.પી. કચેરી બીજા માળે હતી. સઘળુ અસ્ત વ્યસ્ત પડેલુ હતુ કબાટ ખૂલ્લા હતા ટેબલ ઉપર જેમ તેમ કાગળો પડેલ હતા. વધારે સમય બેસવાની ‚ચી થાય તેવું નહતુ જેથી રાણાએ કહ્યું કે અહી જેતલસર જંકશન રેલવે સ્ટેશન ઉપર આર.પી. એફ (રેલવે પ્રોટેકશન ફોર્સ)માં તેનો એક મીત્ર છે. ત્યાં જતા આવી એ ત્યાં સુધીમાં જમાદાર આવી જશે રેલવેમાં રેલવે પોલીસ (જીઆરપી ગવર્નમેન્ટ રેલવે પોલીસ) જે રાજય સરકારની હોય છે. તે રેલવેની હદમાં બનતા ગુન્હા શોધવા તપાસ કરવી અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કરે છે. જયારે આર.પી.એફૅ અર્ધ લશ્કરી દળ છે જે કેન્દ્ર સરકારનું છે. અને રેલવેની સંપતીનું રક્ષણનું કાર્ય કરે છે. જયદેવ અને રાણા ઓ.પી.માંથી નીચે ઉતરીને મોટર સાયકલ લેવા જતા હતા ત્યાં કોન્સ્ટેબલે કહ્યું સાહેબ મોટર સાયકલ લઈને જવાની જ‚રત નથી સામે દેખાય છે તેજ રેલવે સ્ટેશન છે આથી રાણાએ તેને કહ્યું તમે અહી રહો અને જમાદારને ગમે ત્યાંથી શોધી લાવો અમે જતા આવીએ.
બંને જણા ચાલીને રેલવે સ્ટેશનની નજીક આવતા દરવાજાની બહાર એક બીલ્ડીંગની દિવાલ પાસે મોટુ ટોળુ બેઠેલુ હતુ તથા ફરતે પણ અમુક માણસો ઉભા ઉભા અંદર જોતા હતા. જયદેવ તથા રાણાએ નવા નકકર યુનિફોર્મ અને પોલીસ કરેલા બુટ પટ્ટા ચકાચક પહેરેલ હતા. બંને જણા વાતો કરતા ધીરેધીરે જતા હતા તેમને જોઈને ટોળાનો અવાજ સાવ બંધ થઈ ગયો અને તમામ આ બંને ફોજદારોને ટગર ટગર ભયમીશ્રીત દ્રષ્ટીથી જોવા લાગ્યા પરંતુ તેના બોસે કહ્યું કે આતો બહારનાં અજાણ્યા રેલવેના પેસેન્જર લાગે છે. તેમ કહી તેમની પ્રવૃત્તિ ફરીથી ચાલુ કરી દીધી.
બંને જણાએ ટોળા પાસેથી પસાર થતા ત્રાંસી નજરે ટોળામાં જોયું તો ગંજીપાના અને પૈસા વડે જુગાર રમાતો હોય તેવું લાગ્યું પરંતુ બંને જણા ઓચિંતા જ જોયેલુ હોય શું કરવું તે તાત્કાલીક નકકી કરી શકયા નહિ બંને જણા રેલવે પ્લેટફોર્મ ઉપર આવીને ચાલતા જતા જયદેવ કહ્યું જુગારનો મોટો પાટલો ચાલતો હોય તેવું લાગે છે. ત્યાં પ્લેટફોર્મ ઉપર પહેલા રેલવે પોલીસ સ્ટેશન આવ્યું ત્યાં ઉભેલા જમાદારો લઘરવઘર ડ્રેસ વાળા ટોપીઓ શોધવા અંદર બહાર થવા લાગ્યા કે કાંઈ નવી ઉપાધી આવી લાગે છે. તેનું વર્તન કરવા લાગ્યા પરંતુ બંને જણા ત્યાંથી પસાર થઈ ને આર.પી.એફ.ની પોસ્ટ ઉપર આવ્યા ત્યાં એક આર.પી.એફનો જવાન યુનિફોર્મ પહેરીને ઉભો હતો. તેણે બંને જણા પાસે આવી સેલ્યુટ કરી પુછયું શું કામ છે? રાણાએ તેના મિત્ર અંગે પુછપરછ કરી આથી તેણે માન આપી ઓફીસમાં અંદર આવવા કહ્યું અને આગ્રહ કરી ચેમ્બરમાં લઈ ગયો ત્યાં ઈન્સ્પેકટર રાવત હતા તેમણે બંનેને આવકારીને બેસાડયા અને રાણાના મિત્ર જૂનાગઢ ગયા હોવાનું જણાવ્યું તેથી બંને પાછા જવા માટે ઉઠતા રાવતે પરાણે આગ્રહ કરી બેસાડી ચા-પાણી પાયા.
થોડીવારે બંને પાછા ગામમાં આઉટ પોસ્ટ જવા રવાના થયા પ્લેટ ફોર્મ ઉપર જ રાણાએ જયદેવને કહ્યું આ જુગારીયાઓને પાઠ ભણાવવો છે. પરંતુ જમાદાર હાજર નથી ફરિયાદ પંચનામાની રામાયણ થાય જયદેવે કહ્યું પોતે ધોરાજીથી પંચનામા એફઆઈઆરની, દા‚ જુગારની નકલો કરેલ તે પડેલ છે તેનાથી કામ ચાલી જશે આથી બંને જણા ધીમેધીમે પાછા પેલા જુગારીયા ટોળા પાસેથી પસાર થતા ઓચિંતા જ વળીને ટોળા ઉપર ત્રાટકયા જેમ સિંહ ઘેટા બકરાના ટોળા ઉપર ત્રાટકે અને નાસ ભાગ રાડારાડ થાય તેમ બુમરાણ મચી તેમ છતા બંનેએ ભેગા થઈ સાત વ્યકિતઓને જેમના તેમ પકડીને બેસાડી દીધા જો કોઈ ઉંચો નીચો થયો તો રાણા તેના હથોડા જેવા હાથની ઝપટે ગડથોલીયુ ખવરાવી દેતા હતા આથી સન્નાટો થઈ ગયો.
જયાં ગણગણાટ અને દેકારો બોલતો હતો ત્યાં સાત ઈસમો નીચી મુંડીએ બેઠા હતા. પાથરણામાં ગંજીપાના, ઘોડીપાસા અને રોકડા ‚પિયા-ચલણી નોટો વેરણ છેરણ પડયા હતા. આજુબાજુમાં બુટ-ચંપલો વેરાયેલા પડયા હતા. ભાગાભાગીમાં રહી ગયેલા.
‘તમાશાને તેડુ નહોય’ કાંઈક નવું થયુ જાણીને લોકો થોડે દૂર ઉભા રહી એકઠા થવા લાગ્યા. તેઓ ખુશ થયા હોય તેમ જણાતું હતું. જયદેવે ધોરાજીનો અનુભવ કામે લગાડયો. તેણે રાણાને કહ્યું તમે આ સાતેયનું ધ્યાન રાખો હું કાયદેસરની કાર્યવાહી કરુ છું. જયદેવે પોર્ટફોલીયામાંથી કોરો કાગળ કાઢી પાથરણામાં પડેલ ગંજીપાના, ઘોડીપાસા, રોકડા નાણાની યાદી બનાવી પરંતુ મેદની વધતી જતી હોય જયદેવે પકડાયેલા એક ઈસમથી વેરાયેલા બુટ ચપલ એકઠા કરાવી પાથરણામાં બંધાવી પોટલુ વરાવ્યું. પકડાયેલા તમામ વ્યકિતઓના નામ, સરનામા કાગળમાં લખી સાતેયને એક લાઈનમાં ઉભા રાખી એક બીજાના શર્ટની સાળ પકડાવી ધીમે ધીમે ચલાવને આઉટ પોસ્ટ તરફ લઈ ચાલ્યા બન્ને તરફ રાણા અને જયદેવ ચાલતા હતા. આ ફુલેકુ બજારમાંથી પસાર થતુ હતુ ત્યારે એકઠી થયેલ મેદનીમાંથી આનંદની ચીચીયારીઓ અને તાળીઓ પડતી હતી.
ઓપીમાં કોન્સ્ટેબલ જ હાજર હતો. સાતેય વ્યકિતઓને બીજા માળે લઈ ગયા. પટમાં પડેલ રોકડ રકમ તથા ચલણી નોટોની ગણતરી કરી તો બહુ મોટી રકમ થઈ બાદ પકડાયેલ સાતેય વ્યકિતઓની અંગ ઝડતી કરતા પણ મોટી રકમ મળી. પોલીસ ખાતામાં આ બહુ મોટો અને કવોલીટી કેસ ગણાય. જેથી આનુ પંચનામુ વ્યવસ્થિત થાય તેવી બન્નેની ઈચ્છા હતી પરંતુ હજુ સુધી જમાદારનો કોઈ પતો ન હતો. થોડી રાહ જોયા બાદ કોન્સ્ટેબલને પુછયું કે આવી જવા જોઈએ પણ આવ્યા નથી. ફરીથી કોન્સ્ટેબલને જમાદારને શોધવા અને ઘેર આવી ગયા હોય તો બોલાવી લાવવા જણાવ્યું.
દાદરો ઉતરીને કોન્સ્ટેબલ પાછો ઉતર આવ્યો અને કહ્યું કે રેલવે સ્ટેશનથી રેલવે પોલીસ (જી.આર.પી.)ના જમાદારો મળવા માગે છે બોલાવું ? રાણાએ કહ્યું આવવા દો. રેલવેના જમાદારો ઉપર આવ્યા જોયુ તો આરપીએફ પોસ્ટ ઉપર જતી વખતે તેમને જોઈને આડા અવળા થનાર જમાદારો જ હતા. અત્યારે તેમનો દેખાવ અને વર્તણુક એકદમ બદલાઈ ગયા હતા. એકદમ નમ્ર બની અર્ધા ત્રાંસા થઈ વળીને સલામ કરી રાણાએ કહ્યું બોલો જમાદાર અમે ત્યાં ‚બ‚ આવ્યા ત્યારે તો આડા અવળા થતા હતા. જમાદાર માફી માગવા લાગ્યા અને કહ્યું સાહેબ ભુલ થઈ ગઈ. રેલવે જમાદારે કહ્યું એક નમ્ર વિનંતી છે સાહેબ જો કહો તો જણાવું. રાણાએ કહ્યું બોલો તો રેલવે જમાદારે કહ્યું કે સાહેબ આ સાતેય જણાને જવાદો તો સારુ રાણાએ કહ્યું શું કારણ કાંઈ સગા થાય છે ? પકડાયેલ જુગારીયાઓને કેવી રીતે જવા દેવાય ? તેથી રેલવે જમાદારોને વિનંતી કરી કે તો સાહેબ એમ કરીએ આરોપીઓ મુદામાલ અમને આપી દો અમે કેસ કરી નાખીએ. હજુ સુધી ઓપી જમાદારનો કોઈ પતો હતો નહીં. બન્ને ફોજદારોને પહેલા એમ થયું કે આ બધી બબાલ રેલવે પોલીસને આપી દઈએ પરંતુ જયદેવે કહ્યું, આ રેલવે પોલીસનો શું ભરોસો ? કયાંક તમામ આરોપીઓને કાઢી મુકે તો ? આથી રાણાએ રેલવે જમાદારને તેની પણ ના પાડી દીધી.
ઘણો લાંબો સમય થયો પરંતુ ઓ.પી.જમાદારનો કોઈ પતો ન હતો. આ જુગારની રેઈડ પડયાના સમાચાર જેતપુર સુધી પહોંચી ગયા હતા. ત્યાંથી પત્રકારો પકડાયેલ રકમ તથા ત્હોમતદારોની વિગતો પુછવા લાગ્યા. તેથી જયદેવે પોતાના પોર્ટફોલીયામાંથી જુનુ જુગારનું પંચનામું કાઢી તેના આધારે આ જેતલસરની રેઈડનું પંચનામુ ચાલુ કર્યું. થોડુ લખ્યું તે ઓ.પી.નો કોન્સ્ટેબલ એક ધારી નજરે જોઈ રહ્યો હતો અને તે એકદમ બોલ્યો ઉભા રહો સાહેબ જમાદારને બોલાવી લાવુ છું અને તે ઉપડયો.
પાંચ જ મીનીટમાં કોન્સ્ટેબલ જમાદાર સાથે પાછો આવ્યો. જમાદાર લઘરવઘર ડ્રેસ પહેરેલા માથે ત્રાંસી ટોપી લબડતો ઢીલો પટ્ટો શર્ટ ઈન્સર્ટ કરેલ પરંતુ અડધી સાળનો બહાર લકટતી હતી. બુટ પહેરેલા પણ મોજા વગરના ત્રણ ચાર દિવસની ચઢી ગયેલી કબરચીતરી દાઢી. પેટ માટલા જેવું ગોળ ગોળ જાણે ભવાઈનો તરગારો હોય તેવુ લાગ્યું હતું અને ગુનેગાર જેમ ધ્રુજતો ઉભો રહે તેમ ઉભો રહ્યો. રાણાએ કડકાઈથી પૂછયું ‘શું નામ’ ? જમાદારે ધ્રુજણ હાથે સલામ કરી બોલ્યા ‘સાહેબ મગન જોષી’ રાણાને તેની આ સ્થિતિ જોઈ દયા આવી અને કહ્યું કે બિચારો સીધો લાગે છે. જયદેવે કહ્યું હા દાતરડા જેવો સીધો જ કહેવાય. રાણા કહે કેમ એમ ? જયદેવે કહ્યું કે ‘જયાં સુધી પંચનામુ લખવાનું શ‚ કર્યું નહી ત્યાં સુધી આવ્યા નહી. તેને એમ હતુ કે બન્ને પ્રોબેશ્નલ ફોજદાર છે કાગળો કે પંચનામુ લખવાનું શ‚ કર્યુ નહી ત્યાં સુધી આવ્યો નહી તેને એમ હતું કે બન્ને પ્રોબેશ્નલ ફોજદાર છે કાગળો કે પંચનામુ કરતા કયાં આવડવાનું છે. તે પોતે કોન્સ્ટેબલ અને જેતપુર તેના અધિકારી સાથે સંપર્કમાં જ હતો તેને આવવાનું આયોજન જ ન હતું પરંતુ આ કોન્સ્ટેબલે જાણ કરી કે કાગળો તૈયાર થવા લાગ્યા, ઘડો લાડવો થઈ જશે તેથી જેતપુરનો આદેશ મેળવીને આવેલ છે. પુછો તેમને જ આ સાંભળી જમાદાર મગન જોષી કરગરવા લાગ્યા કે સાહેબ પંચનામામાં અને રેઇડમાં મને સાથે બતાવજો જો સાથે નહિ બતાવો તો મારે સસ્પેન્ડ થવું પડશે અથવા બદલી તો થશે જ આમ તો જયદેવને પણ આ કાગળોની લપ કરવાનો કોઇ મતલબ ન હતો તેથી કહ્યું ભલે જમાદાર તો તમને રેઇડમાં સાથે દર્શાવતું પંચનામુ તમે જ નવેસરથી તૈયાર કરો.
આમ ઓ.પી. જમાદારે નવેસરથી કાગળો બનાવવાનું ચાલુ કર્યુ અને પોતે જાણે સાવ અજાણ્યા અને નિર્દાષ હોય તેમ લખતા લખતા ત્હોમતદારોને કહેતા હતા કે નાલયકો સાહેબને ઓળખતા નથી ? રેલ્વેની હદમાંથી અમારી હદમાં આવી ગયા ?
થોડીવારમાં રેલવેના પેલા જમાદાર ફરીવાર આવી ગયા અને નમ્રતાથી વિતંની કરી કે સાહેબ મહેરબાની કરીને બીજી જગ્યા બતાવજો, નહિ તો હુ સસ્પેન્ડ થઇશ. બન્ને ફોજદારો ને નવાઇ લાગી કે વળી આશું બીજી જગ્યા ? તેથી મગન જોષીએ કહ્યું કે આ જુગાર રમાતો હતો તે જગ્યા અર્ધી રેલવેની હદમાં છે. આથી મોટી રકમની જુગારની રેઇડ છે. જો ઝીરો નંબરથી ટ્રાન્સફર થઇ રેલવે પોલીસ સ્ટેશનમાં એફ.આઇ. આર. જાયતો તેની જવાબદારી રેલવે પોલીસની બને.
આથી બન્નેએ દયા ખાઇ ને જમાદાર જોષીને કહ્યું હવે કોઇને નુકશાન ન થાય તેવું પંચનામું બનાવો. આમ જેતલસર જંકશન ની બન્ને પોલીસ રેલવે અને ઓ.પી. ઉપરથી આફત તો ટળી પણ આરોપીઓની આફત ટળી નહી. રાણા ને હાશકારો એ થયો કે જયદેવ પાસે જુગારના જુના પંચનામા ની નકલ હતી. અને તેના ઉપરથીપંચનામુ શરુ થતાં જ આ મગન જોષી મુજરો કરવા આવી ગયા બાકી તો તેઓ ભગોડો જ હતા. રાણાએ જયદેવને કહ્યું એ વાત સાચી છે કે સંઘર્યા સાપ પણ કામ આવે !
કાર્યવાહીના અંતે જયદેવે મગન જોષીને કહ્યું કે ઓપી કચેરી તથા યુનિફોર્મ અને ડીસી પ્લીન કેવી હોય તે રેલવ સ્ટેશને આર.પી.એફ.ની પોસ્ટ ઉપર જઇને જોઇ તેવો અમલ કરશો. આ કચેરી જ આપણા કર્મયોગની આરાધના નું મંદીર છે. સ્વચ્છ અને પવિત્ર રાખો.