જેતપુર તાલુકા પોલીસે બંનેની અટક કરી : યુવતીનું મેડિકલ ચેકઅપ માટે તજવીજ
જેતપુર તાલુકાના જેતલસ જંક્શન ગામે એક શખ્શે અન્યના સહારે એક નિર્દોષ એવી માનસિક વિકલાંગ યુવતી પર દુષ્કર્મ આચર્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા સારાયે જેતપુર તાલુકા પંથકમાં અરેરાટી વ્યાપી છે. બીજીબાજુ જેતપુર તાલુકા પોલીસ સ્ટાફે ગણતરીની કલાકોમાં મંદ બુદ્ધિની યુવતી પર દુષ્કર્મ કરનાર અને તેને મદદગારીમાં સામેલ બંને શખ્શોને પોલીસે પકડી પાડી પૂછપરછ હાથ ધરી છે. જયારે યુવતીને મેડિકલ ચેકઅપ માટે લઇ જવાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર જંક્શન ગામે રહેતી એક મંદબુદ્ધિની યુવતી ગઈકાલે તેમના ઘરે એકલી હતી ત્યારે તેણીનો એકલતાનો લાભ જોઈને શર્મા નગરમાં રહેતો દિલીપ ઉર્ફે કીનો મહેશ કોળી તેણીને એક રેલવે ક્વાર્ટરમાં લઇ ગયો હતો. અને તેમનો મિત્ર મનીષ રસિક ખાંટ કે જે રેલવે ડ્રાઇવરનો પુત્ર છે તે મકાન બહાર ઉભો રહ્યો હતો. આ સમયે દિલીપે તેમની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતુંમ
આ સમયે મંદબુદ્ધિની યુવતીની માતા રાજકોટ હોય, આ વાતની યુવતીએ તેમના માતાને જાણ કરતા માટે હિમ્મત કેળવી પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કરી જેતપુર તાલુકા પોલીસે પહોંચ્યા હતા. જ્યા સાધલી હકીકતથી પોલીસને વાકેફ કરતા પોલીસ પણ ચૌંકી ગઈ હતી. આ સમયે જેતપુર તાલુકા ફોજદાર હુકુમતસિંહ જાડેજાએ તાત્કાલિક માટે ઘોડે જેતલસર જંક્શન ખાતે દોડી જઈને ફરિયાદ માં જણાવાયેલા બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર દિલીપ સામે દુષ્કર્મ અને મનીષ સામે તેમને આ બનાવમાં મદદગારી કરવા સબબનો ગુનો નોંધી બેનોની કડક પૂછપરછ હાથ દરવામાં આવી રહી છે.