સ્પોર્ટ્સના તમામ મેદાનો ધમધમતા કરવા આગામી બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠકમાં થશે ચર્ચા: જતીન સોની
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક તરીકે જતીન સોનીએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે હવે યુનિવર્સિટી પરના તમામ મેદાનો સાચા અર્થમાં ધમધમતા થાય તે માટે આગામી બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠકમાં ચર્ચા થશે તેમ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 7 વર્ષથી શારીરિક શિક્ષણ નિયામકનું ગાડું ઈન્ચાર્જથી ચાલતું હતું જોકે તાજેતરમાં જ ગાંધીનગર સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ જતીન સોનીની ટર્મ પૂરી થતા તેઓ ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક પદે બિરાજમાન થયા છે તેમને આજે ચાર્જ લેતાની સાથેજ અબતક સાથેની વાતચીતમાં જનાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા જ સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પૂલનું લોકપર્ણ થતા સ્વિમિંગ સ્પર્ધાની સાથે વોટર પોલોની સ્પર્ધા પણ યોજાઈ શકશે.
આ સાથે જ યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમમાં પડેલા જીમનેશિયમના ગાદલા સહિતના સાધનો બાબતે તેમને જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જીમનેશિયમની સ્પર્ધા પણ યોજાઈ તે માટેનું આયોજન હાથ ધરાયુ છે.