• મુસ્લિમ વેશ ધારણ કરનાર બાપુ રાજેશ ફકીરની કપટલીલા બંધ

પોરબંદરમાં નાનો નાગરવાડામાં છેલ્લા 30 વર્ષથી દોરા-ધાગા, ભભુતી આપી રોગ મટાડવાનો દાવો કરનાર હિન્દુ મુંજાવર રાજેશ ફકીરા ચામડીયાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કિર્તીમંદિર પોલીસ સ્ટેશનની મદદથી 1253મો સફળ પર્દાફાશ કર્યો હતો. કબુલાતનામું આપી કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી દીધી હતી.

બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાના કાર્યાલયે હિન્દુ મુંજાવરના ધતિંગ સંબંધી 10 થી વધુ લોકોએ માહિતી આપી તેમાં રાજેશ ફકીરા બાપુ છેલ્લા 30 વર્ષથી ઘરમાં દેવી-દેવતા, હજરત મીરા દાતાર બાપુના ફોટાનું ધાર્મિક સ્થાનક બનાવી દર ગુરૂવાર, શુક્રવાર અને સામાન્ય દિવસોમાં રાત્રિના 9 થી 12 સુધી દોરા-ધાગા, ભભુતી, પીરનું પાણી આપી જોવાનું કામ કરે છે. આખો પરિવાર આ દોરા-ધાગાની દુકાનમાં જોડાયેલો રહેલો છે. લોકોને બાધા-ટેક રખાવી અમુક વાર ભરવાનું કહી બોલાવે છે. શ્રધ્ધાના નામે ખુલ્લી છેતરપિંડી કરે છે. બિમાર દર્દીઓની જીંદગી સાથે ખિલવાડ કરે છે. માનસિક બિમારી ભોગવતા દર્દીઓને અમાનુષી ત્રાસ આપે છે. પીડિતોને દવાખાને જતા બાધારૂપ કામ કરે છે. પાડોશીના કહેવા મુજબ બાપુ રાજેશ કોઈપણ પ્રકારનો કામ-ધંધો કરતા નથી. મીરા દાતાર બાપુ ધ્યાન રાખે છે. ઉર્ષની ઉજવણી કરી લોકોમાં ભ્રામકતા ફેલાવે છે. વર્ષોથી જુની દિવાદાંડીની પાછળના વિસ્તારમાં ધાર્મિક સ્થાનમાં દોરા-ધાગાનો ધંધો કરે છે. રૂપિયા દસ હજારથી એક લાખની ટેક રખાવી આર્થિક પાયમાલી તરફ દોરી જાય છે. પીર બાપુ આવે ત્યારે શરીર ઉપર સાંકળ મારી લોકોને પ્રભાવિત કરે છે. પીડિતોને સારુ ન થાય તો શ્રધ્ધા-નસીબનું કારણ બતાવે છે. પરિવાર અને અમુક માથાભારે શખ્સોને કારણે છેતરાયેલા લોકો ફરિયાદ કરવાનું ટાળે છે. આ બાપુના કારણે મોડી સારવારના કારણે દર્દીઓ યાતનાઓ ભોગવે છે. રાજેશ ફકીરાના ધતિંગ બંધ કરાવવા માહિતીનો સ્તોત્ર આપ્યો હતો.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડ્યાએ રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ, પોરબંદર જિલ્લા પોલીસ વડાને પત્ર લખી પર્દાફાશ સમયે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. જેનો સાનુકુળ જવાબ આપતા કિર્તીમંદિર પોલીસ સ્ટેશનને જરૂરી સુચના મોકલવામાં આવી હતી. પર્દાફાશનો માર્ગ મોકળો બની ગયો હતો.

જાથાના ચેરમેન જયંત પંડ્યા ટીમ સાથે પોલીસ સ્ટાફ બાપુ રાજેશ ફકીરાને નાનો નાગરવાડા પહોંચી ગયા. જ્યાં તેઓ આવેલા પીડિતોનું જોવાનું કામ કરતા હતા. તેમને પરિચય આપી દોરા-ધાગા, ભભુતી આપવાનું બંધ કરો, વગર ડિગ્રીએ ઉપચાર કરી શકતા નથી તેવી સમજ આપી પરંતુ રાજેશ ફકીરાએ હું 30 વર્ષથી સફેદ, લાલ-લીલા દોરા આપું છું. પાણી, ભભુતી આપું છું. મારા શરીરમાં બે પ્રકારે ધુણુ છું. ઉનાવાના હજરત મીરા દાતાર બાપુ આવે છે મોડી સારવાર મળે તે દર્દી મોતને ભેટે જવાબદારી કોની? ધતિંગલીલા કરવાનું બંધ કરવાનું કહેતા માનતા ન હતા તેથી તેને પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો. આસપાસ શેરીના લોકો જોવા ઉમટી પડ્યા હતા. તેની તરફદારી કરવા કોઈ આગળ આવ્યું ન હતું. હિન્દુ મુંજાવરની પ્રવૃતિથી રહીશો નારાજ હોવાનો અંદાજ થયો હતો.

પી.એસ.આઈ. સોલંકીએ રાજેશ ફકીરાને ભભુતી આપી શકાય નહિ, પાણી કેમ આપો છો. કાયદાકિય સમજ આપી હતી. રાજેશ ફકીરા ઢીલાઢફ થઈ ગયા હતા. કબુલાતનામામાં સહી કરી કાયમી ભભુતી, દોરા-ધાગા આપવા, પાણી આપવાનું બંધની કાયમી જાહેરાત આપી દીધી. મામલો થાળે પડ્યો હતો. પોલીસ સ્ટેશને તેનો પરિવાર આવી પહોંચ્યો હતો. તેના સમર્થકો આવ્યા ન હતા.

પોરબંદરમાં 30 વર્ષથી ચાલતી ધતિંગ-કપટલીલા જાથાએ કાયમી બંધ કરાવી હતી. બાપુનું કબુલાતનામું સોશ્યલ મીડિયામાં શેર કરવામાં આવ્યું હતું. જાથાએ જિલ્લા પો.વડા. પોલીસ સ્ટેશનનો આભાર માન્યો હતો.

અંતમાં રાજેશ ફકીરાથી પીડિત લોકો ફરિયાદ કરવા આગળ આવશે તો જાથા કાનુની મદદ કરશે. રાજ્યમાં દોરા-ધાગાની માહિતી મો.98252 16689 ઉપર કરવા જણાવાયું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.