મુફતી ગુલામ ગોષી અલ્વી સાહેબ, તેમજ મુસ્લિમ અગ્રણી હાજી ઈબ્રાહીમભાઈ ખુરેશી ઉપસ્થિત રહ્યા

ધોરાજી ખાતે જસને વિલાદતે ગરીબ નવાઝ ખુબજ શાનો શોકત ની સાથે ઉજવાયો હતો આતકે સુન્ની સંપ્રદાયના પ્રખર યુવા વક્તા અને યુવાનો ને ઘેલું લવાડનાર અને વ્યસન મુક્તિ સહીત ગુનાહિત પ્રવુતિઓ છોડાવનાર  સૈયદ અમીનુલ કાદરી સાહેબ એ ગરીબ નવાઝ એ લોકો ને આપેલ સંદેશ વિષે જાણકારી આપી હતી કહ્યું કે ગરીબ નવાઝે માતૃભૂમિ ની રક્ષા અને દેશ પ્રેમ વિશે પણ શીખ આપી છે અને દરેક મુસ્લિમો ની ફરજ છે કે આપણી હિન્દુસ્તાન ની માતૃભૂમિ ની રક્ષા કરે ગરીબ નવાઝે પણ અમન શાંતિ ભાઈચારાનો સંદેશ આપ્યો હતો અને મુસલમાન હજુ તે સંદેશ પર કાયમ છે

Untitled 2 5

આ તકે મુફ્તી ગુલામ ગોષ અલ્વી સાહેબ પ્રિન્સિપલ દારુલ ઉલુમ મીસ્કીનીયા ધોરાજી અને મુસ્લિમ સમાજ અગ્રણી અને સૌરાષ્ટ્ર મતવા માલધારી સમાજના મોભી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી ખલીફાએ શેખુલ ઇસ્લામ સૈયદ હાજી ઈક્બાલબાપુ કાદરી રાજકોટ થી સૈયદ અનીસબાપુ શાહબાઝી સૈયદ સકીલબાપુ સિરાજી મુફ્તી નવાઝ સાહેબ હાફિઝ અવેશ સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આતકે સર્વે આલીમ એ દિનનું ચકલચોક કેજીએન કમીટી દ્વારા સન્માન કરાયું હતું અને સૈયદ અમીનુલ કાદરી સાહેબ નું વિશેસ સન્માન સાદાત જમાતના પ્રમુખ સૈયદ બસીરમિયા રુસ્તમવાળા એ કરેલ હતું અંત માં દુઆએ ખેર અને નિયાઝ નું વિતરણ કરાયું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.