પૂ.ધીરગૂરૂદેવના શૂભંકર સાંનિધ્યે નવલું નજરાણું
અબતક, રાજકોટ
વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે શહેરની મધ્યમાં વૈશાલીનગર શેરી નં.5 ખાતે સુવિધિનાથ ઉપાશ્રય, આયંબિલ ભવન અને ત્રીજા માળે માતા શિવકુંવરબેન બચુભાઈ દોશી એવં કુંદનબેન નવીનચંદ્ર દોશી મેડીકલ અને વૈયાવચ્ચ સેન્ટરનું 3 મહિનામાં કાર્ય પૂર્ણ થવા પામેલ છે.જેની ઉદઘાટન વિધિ તા.4.1.21 મંગળવારના અનુગ્રહ પ્રદાતા પૂ. ધીરગુરૂદેવના સાંનિધ્યે દાતા પરિવારના હસ્તે યોજાયેલ છે.
જયારે મેડીકલ સેન્ટરનો શુભારંભ સમારોહ સવારે 10 થી 12.30 કલાકે હેમુગઢવી હોલમાંઆમંત્રીત પરિવાર માટે યોજાયેલ છે.
નવનિર્મિત મેડીકલ સેન્ટરમાં વિવિધ વિભાગના પેથોલોજીના માલિનીબેન કિશોરભાઈ સંઘવી,ઈ.એન.ટી.ના તારાબેન અને જયંતિલાલ પ્રેમચંદ વામઘર, વેઈટીંગલોન્જના ભારતીબેન ભૂપતભાઈ વિરાણી, એકસ-રેનોવનિતાબેન વ્રજલાલ મહેતા, સોનોગ્રાફીનો ડો. હર્ષદ અને ચતેના સંઘવી,મેડીસીનનો મહેન્દ્રભાઈ તારાચંદ મહેતા, યુરોલોજીનો જયશ્રક્ષબેન રમેશભાઈ મોદી, વૈયાવચ્ચ કક્ષનો રંજનબેન ભરતકુમાર શેઠ, ચંપકલાલ છગનલાલ વિરાણી, ફલોર મેનેજરનો હર્ષાબેન શરદભાઈ શેઠ, વિવિધ લક્ષી હોલનો દફતરી દોશી પરિવાર અને મનીષા દિનેશ ખેતાણી, લીફટનો લલિતાબેન હરસુખલાલ કામદાર પરિવારે લાભ લીધેલ છે. તા.4ના ધીરપ્રવચનધારા અને અબતક ચેનલમાં યુ-ટયુબમાં લાઈવ પ્રસારણ કરાશે.
સમારોહ પ્રમુખ પદે દાનવીર ચંદ્રવદનભાઈ દેસાઈ અને મુખ્ય મહેમાન પદે ‘જૈના’ અમેરિકાના પ્રમુખ મહેશ વાઘરની વિશેષ ઉપસ્થિતિ
વૈશાલીનગર સ્થા. જૈન સંઘ, વેસ્ટસાઈડ શો રૂમ સામે, ઉપાશ્રયે તા.2ને રવિવારે સવારે 9 કલાકે સમૂહ ભકતામર અને 9.30 કલાકે પૂ.ધીરગૂરૂદેવનું પ્રવચન યોજાશે.
ધીરપ્રવચન ધારા યુ-ટયુબ ચેનલમાં લાઈવ પ્રસારણ વૈશાલીનગરમાં રવિવારે પૂ.ધીરગૂરૂદેવનું પ્રવચન
માનવ જીવનમાં અન્ન, આવાસ, આવરણ અનિવાર્ય છે. તેમ આરોગ્યની વૃધ્ધિ માટેનિદાન, નિયમ, નિવારણ જરૂરી છે.
મેડીકલ સેન્રટરમાં જરૂરીયાતમંદ લોકોને રાહત દરે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
ઓથોપેડીક વિભાગ નામકરણ રૂ.25 લાખ, રીસેપ્શન વિભાગ નામકરણ રૂ.11 લાખ, નવકાર મહામંત્ર તકતી રૂ.11 લાખ અને આરૂગા બોહિલાભં તકતી રૂ.5 લાખ તેમજ વૈયાવચ્ચ યોજના અને મેડીકલ સહાયક યુનિટમાં 11000 રૂપીયાનાં ગુણાંકમાં લાભ લઈ શકાશે.
પંચમહાવ્રતધારીઓ અને જરૂરીયાતમંદ લોકોની વૈયાવચ્ચનો લાભ મેળવી શકાશે. રજનીભાઈ બાવીસીના માર્ગદર્શનમાં ડો.સંજય શાહ, તારક વોરા, રાજેશ વિરાણી, નીરવ સંઘાણી, જયશ્રી શાહ વગેરે કાર્યરત છે. વધુ વિગત માટે મો. 9979232357નો સંપર્ક કરવો.