૧૮મીએ સાંજના ૫ વાગ્યાથીપ્રચાર બંધ: ૧૯મીએ સાંજે ૪ વાગ્યે સ્ટાફ મતદાન મથકોનો કબજો
પેટા ચૂંટણીની જાહેરાત બાદ પોસ્ટર, બેનર સહિતના ૬૪૫ લખાણો હટાવાયારાજકોટ
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મત ગણતરી પ્રક્રિયા મોડેલ સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવનાર છે. મત ગણતરી ૧૪ ટેબલ ઉપર ૧૯ રાઉન્ડમાં હાથ ધરવામાં આવશે. પેટા ચૂંટણીમાં ૧૮મીએ સાંજે ૫ વાગ્યાથી પ્રચાર-પ્રસાર બંધ કરાવી દેવામાં આવશે. બાદમાં ૧૯મીએ સાંજે ૪ વાગ્યે ચૂંટણી માટે નિમાયેલોસ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળી લેશે.
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી. પેટા ચૂંટણી માટે ૨૦મીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેપૂર્વે ૧૮મીએ સાંજે ૫ વાગ્યાથી પ્રચાર-પ્રસાર બંધ કરાવી દેવામાં આવશે. બાદમાં ૧૯મીએ ચૂંટણી માટે રોકાયેલો સ્ટાફ પોત-પોતાના પોલીંગ સ્ટેશન પર પહોંચીને તેનો કબજો સંભાળી લેશે.
જસદણ વિધાનસભા બેઠકમાં કુલ ૨૬૨ પોલીંગ બુથ ઉભા કરવામાં આવ્યા છે. મત ગણતરી માટે મોડેલ સ્કૂલ, જીલેશ્ર્વર ગાર્ડન પાસે, કમળાપુર રોડ, જસદણ પસંદ કરવામાં આવી છે. આ સ્થળે ૨૩મીએ સવારે ૮ કલાકથી મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં ફઆવનાર છે. ૨ થી ૩ કલાક બાદ સમગ્ર પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામશે.
જસદણ પેટા ચૂંટણી માટે ગોંડલ તેમજ જેતપુરનો સ્ટાફ રોકવામાંઆવ્યો છે. આ તમામ સ્ટાફને ઈલેકશન ડયુટી સર્ટીફીકેશન આપવામાં આવશે. ૧૯મીએ સ્ટાફનેથર્ડ રેન્ડમાઈઝેશન બાદ પોલીંગ બુથ ખાતે રવાના કરી દેવામાં આવશે. સાંજે ૪ વાગ્યે સ્ટાફ દ્વારા બુથોનો કબજો લઈ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જસદણ પેટા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી ચૂંટણી તંત્રદ્વારા દિવાલ પરના લખાણ, બેનરો, પોસ્ટરો કે જેમાં પક્ષનો પ્રચાર થઈ શકે તે હટાવવાનીકામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં ચૂંટણીતંત્રદ્વારા ૭૮ દિવાલ પરના લખાણ, ૧૮૨ પોસ્ટર, ૭૯ બેનર તેમજ અન્ય ૩૦૬ મળી કુલ ૬૪૫ લખાણ હટાવવામાંઆવ્યા છે.
વધુમાં જસદણની પેટા ચૂંટણીની જાહેરાત પૂર્વે ૧૪ મે થી સતત સુધારણા કાર્યક્રમો ચાલ્યા આવ્યા છે. જેમાં જસદણ વિધાનસભા બેઠક વિસ્તારમાં કુલ ૧૫૦૬ નવા ઉમેદવારો નોંધાયા છે. હાલ જસદણ વિધાનસભા બેઠકમાં મતદારોની સંખ્યા ૨,૩૨,૧૧૬એ પહોંચી છે.