જસદણથી છ મહિના પહેલા ગુમ થયેલી મહિલા સિંગાપોરથી મળી આવી

જસદણની એક મહિલાએ સિંગાપુરના યુવાન સાથે લગ્ન કરી લેતા તંત્ર આખું ગોટે ચડ્યું હતું. મામલામાં પરિવારે મહિલાની ગુમ થયાની ફરિયાદ કરી હતી અને તંત્રએ ઉંધા માથે થઈને તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતાં. દરમિયાન પરિવારને જાણ થઈ ગઈ હતી કે, મહિલાએ એક યુવક સાથે લગ્ન કરી લીધા છે અને તેઓ હાલ સિંગાપુરમાં સ્થાયી થયા છે તેમ છતાં પરિવારે પોલીસને આ બાબતે જાણ નહીં કરતા પોલીસે સતત તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, મહિલા તેની રાજીખુશીથી ઘરેથી નીકળી ગઈ હતી અને લગ્ન કરીને સિંગાપુર પહોંચી ગઈ હતી.

જસદણમાં રહેતી મહિલા જુલાઈ મહિનામાં પોતાના ઘરેથી ચાલી ગઈ હતી. મહિલાના પિતાએ ફરિયાદ નોંધાવતા રાજકોટ ગ્રામ્ય પોલીસની એસઓજી ટીમે મહિલાની શોધ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એસઓજીને જાણવા મળ્યું કે, હની હિરપરા પોતાના પ્રેમી નિહાર વેકરિયા સાથે 5 જુલાઈએ જ પરણી ગઈ હતી અને તેઓ સિંગાપોર જવા રવાના થયા હતા.થોડા મહિના પહેલા રાજકોટના જસદણમાં રહેતી એક મહિલા પોતાના ઘરેથી જ ગુમ થઈ હતી. હવે છ મહિના બાદ આ મહિલાની ભાળ મળી આવી છે. મહિલા સિંગાપોરમાં રહે છે. 5 જુલાઈએ હની હિરપરા કોઈને કશું પણ કીધા વિના પોતાના ઘરેથી ચાલી ગઈ હતી અને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા અમરેલી પહોંચી હતી.

જે બાદ હનીના વ્યવસાયે ખેડૂત પિતા સુરેશ હિરપરાએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન એસઓજીને જાણવા મળ્યું કે, હની હિરપરા પોતાના પ્રેમી નિહાર વેકરિયા સાથે 5 જુલાઈએ જ પરણી ગઈ હતી અને તેઓ સિંગાપોર જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, નિહાર વેકરિયા અંબારડી ગામનો વતની છે. ટેક્નિકલ સૂત્રોનો ઉપયોગ કરીને એસઓજીની ટીમે કપલનું સિંગાપોરનું એડ્રેસ અને નંબર શોધી કાઢ્યા હતા.નિહાર અને હનીની વાત અમે વિડીયો કોલ થકી તેમના પરિવારો સાથે કરાવી હતી. હની સાથે વાત કર્યા પછી તેના પિતાને ટાઢક વળી હતી કે, તે સિંગાપોરમાં રાજી-ખુશીથી રહે છે, તેમ તપાસનીશ એસઓજી અધિકારીએ જણાવ્યું હતું.

બધું જ પૂર્વ આયોજિત હતું. કપલે પાસપોર્ટ અને એજ્યુકેશન વિઝા લઈ રાખ્યા હતા કારણકે નિહાર સિંગાપોરમાં કેફે મેનેજમેન્ટનો કોર્સ કરવા માગતો હતો. કપલે તેમના માતાપિતાને જણાવ્યું કે, આગામી બે વર્ષ સુધી તેમનું આયોજન સિંગાપોરમાં જ રહેવાનું છે, તેમ ઓફિસરે ઉમેર્યું હતું. સિંગાપોરમાં છે પરંતુ તેમણે પોલીસને જાણ ના કરી. એવું પણ માલૂમ પડ્યું છે કે, માતાપિતાને ખબર હોવા છતાં તેમણે પોલીસની આ વાતે અંધારામાં રાખ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.