જીનીંગ ઉધોગ બેઠો થાય તેવી શકયતા નહિવત: બજારની રોનકને ઝાંખપ હિતેશ ગોસાઈ

જસદણનો જીનીંગ ઉધોગ હાલ મરણપથારી ઉપર જતાં મોટાભાગના મજુરો માલિકોની હાલત ખરાબ થઈ ગઈ છે. રૂ ની ગાંસડીઓનો પડતર ભાવ ઉપરાંત બેન્કોની સી.સી.ભારણથી ૮૦ ટકા જીનો બંધ થઈ ગઈ છે. એક સમયે જસદણ પંથકમાં જીનીંગ ઉધોગ ધમધમતો અને હજારો લોકોને રોજીરોટી મળતી પણ હાલમાં પરિસ્થિતિ એવી વણસી છે કે મજુર કારીગરોને મજુરી મળી રહેશે પણ કેટલાક માભો કરવાવાળા ર્જીનર્સોના મોઢા પણ જોવા જેવા થઈ ગયા છે તો કેટલાકે નાદારી નોંધાવી પૈસાદાર બની ગયા છે. એક સમયે જસદણ જિનીંગ ઉધોગમાં આ પંથક સહિત પરપ્રાંતિય લોકોને રોજી મળી રહેતી પરંતુ જીનીંગો બંધ થતા બજારની રોનકમાં પણ ઝાંખપ લાગી જતા કેટલાક ધંધા રોજગારને પણ અસર થઈ છે.

IMG 20180401 WA0024બેન્કોએ ઓછી રકમની મિલકતો પર પણ મોટી રકમો ફાળવી દેતા અબજો રૂપિયાના બેંકોના પણ બુચો લાગી ગયા છે. કલેકટરે નાદારોની મિલકત ટાંચમાં લેવા અને તેમની પર પગલા લેવા સતા આપી પરંતુ બેન્કના અધિકારીઓ જેણે ભુતકાળમાં લાખો રૂપિયાની મિલકતો સામે કરોડો રૂપિયા ફાળવ્યા તેની મિલકતો સીલ કરી સંતોષનો આડેકાર ખાઈ લીધો છે તો કેટલાક કિસ્સામાં તો બેન્કોએ આંખ મિંચામણા જ કર્યા છે. ફકત જસદણ પોલીસ સ્ટેશનમાં ડો.બાવીસી અને રવજી ઠુંમર જેવા સામે ફકત ચાર કરોડની છેતરપીંડી નોંધાવી છે અને કરોડો રૂપિયાની હેરફેર કરનારા મગરમચ્છોને છોડી દેવામાં આવ્યા છે ત્યારે જસદણ પંથકનો જીનીંગ, ઉધોગ માટે હાલ કોઈ આશાનું કિરણ નજરે પડતું નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.