જસદણના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાને મંગળવારે ભાજપના મોવડીઓએ કેસરી ખેસ પહેરાવી પ્રધાન પદ પણ આપી દેતા જસદણ વિંછીયા પંથકના રાજકીય ડીઝાઈનરોમાં કહી ખુશી તો કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો.

સામાન્ય રીતે જસદણ વિંછીયા પંથકમાં વાતોના વડા કર્યાકરતા જેમનું એકપણ નોંધપાત્ર કાર્યોમાં યોગદાન નથી એવા વારંવાર પોતાના સ્વાર્થ માટે થઈ પાટલી બદલાવતા રાજકીય ડીઝાઈનરો મંગળવાર સવારથી જ ટેલીવીઝન સેટ સામે સમાચારની ગુજરાતી ચેનલ ગોઠવી બેસી ગયા હતા.

તેમને ડર હતોકે આપણી દાળ ન ગળતા આપણે એના વિરોધમાં કામ કર્યું છે. જો કુંવરજીભાઈ પ્રધાન બનશે તો આપણે સામે ચાલીને જશું તો પણ આપણને ઓળખી જશે! બીજી બાજુ કુંવરજીભાઈ સાંજે કેબીનેટ મંત્રી બની જતા મંગળવારે સાંજે તો જસદણ વિંછીયામાં ફટાકડાની આતશબાજી કરી લોકોના મો મીઠા કરાવ્યા હતા. આમ ખુશી અને ગમ વચ્ચે નેતા અને કાર્યકરોનું કલ્યાણ તો થઈ ગયું પણ ખરેખર ફિલ્મ તો હજુ બાકી છે. જેમાં વિલન થશે. પ્રજા અને તેની પર ટેકસ નાખી નેતાઓ અને કાર્યકરો બનશે માલામાલ ફાર્મ હાઉસ બંગલાઓ અને મોંઘીદાટ ગાડીઓમાં દેશપ્રેમના ગીતો વગાડી વિલનને ઠાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.