જસદણની ડી.એસ.વી.કે. હાઈસ્કુલ રોડ પર સ્પીડબ્રેકર બનાવવા વેપારીઓમાં માંગ ઉઠવા પામી છે. શહેર મધ્યમાં આવેલ વર્ષોજુની ડી.એસ.વી.કે. હાઈસ્કુલ રોડ પર થોડા સમય પહેલા સીમેન્ટ રોડ બનતા અચાનક વાહનોની ગતિવધી જતા આ રોડ પર અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે. સ્પીડ બ્રેકર ન હોવાથી છાસવારે નાના અકસ્માતો બની રહ્યા છે. સત વિદ્યાથર્ક્ષઓ અને ટ્રાફીકથી ધમધમતા રોડ ઉપર કોઈ મોટો અકસ્માત બને તેની રાહ જોઈને તંત્ર સ્પીડબ્રેકર નથી બનાવતું? ત્યારે અવર જવર વાળા આ વિસ્તારમાં તાકીદે સ્પીડ બ્રેકર બનાવવા માંગ કરાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com