પિતા-પુત્રએ યુવકને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા નોંધાતો ગુનો

જસદણમાં જંગવડ ખાતે રહેતા અને ડ્રાઇવીંગનું કામકાજ કરતા યુવકને તેના જ ગામના પિતા-પુત્રએ ગામમાં વાતો કરવા બાબતે ધોકા વડે માર મારી અને જાનથી મારી  નાખવાની ધમકી આપતા આટકોટ પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

વિગત મુજબ જસદણના જંગવડમાં રામજી મંદિર પાસે રહેતા અને ડ્રાયવીંગનું કામકાજ કરતા ભુપતભાઇ હિન્દાભાઇ બોહરીયા એ પોતાની ફરીયાદમાં આરોપીએ તેના જ ગામમાં રહેતા લખમણ રાઘવ નારીગરા અને તેના પુત્ર કમલેશ લખમણ નારીગરાના નામો આપ્યા હતા. જેમાં તેને જણાવ્યું હતું કે, તે ગઇકાલે પોતાના ઘર નજીક હતો. ત્યારે તેના ગામમાં લખમણ અને તેનો પુત્ર કમલેશ બન્ને ત્યાં આવી ફરીયાદીને ‘અમારા વિશે કેમ ગામમાં વાતુ કરે છો’તેમ કહી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેને બન્ને વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.