ભગવતીપરાના શખ્સની દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ
દિવાળીના પૂર્વ નિમિતે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવી વાહન ચેકીંગ સહિતની ઝુંબેશ શરૂ કરતા આજી ડેમ પાસેથી જસદણના નામચીન શખ્સને લોડેડ પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે અને બી ડિવિઝન પોલીસે ભગવતીપરાના શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે.
જસદણના સૈયદ ચોકમાં કલાલના ડેલા પાસે રહેતા નામચીન ઇકબાલ સાલે કથીરી નામનો આરબ શખ્સ આજી ડેમ પાસે લોડેડ પિસ્તોલ સાથે આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, ચેતનસિંહ ચુડાસમા, યોગીરાજસિંહ જાડેજા, ફિરોઝ શેખ અને રવિરાજસિંહ પરમાર સહિતના સ્ટાફે તેની પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે ધરપકડ કરી છે.
ઇકબાલ આરબના બે સગા ભાણેજ અને મિત્રની હત્યા થઇ હોવાથી પોતાના સ્વબચાવ માટે પિસ્તોલ સાથે રાખતો હોવાની અને તેની સામે અગાઉ અમદાવાદ, જસદણ, ધંધૂકા, પુના અને આટકોટમાં જુગારના તેમજ ગોંડલમાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હોવાનું તેમજ ભાવનગરના નામચીન ઉબેદ કરીમ શેખ સાથ અદાવત ચાલતી હોવાથી તેના પર જસદણમાં ફાયરિંગ થયાનું પોલીસમાં નોંધાયું છે.જ્યારે ભગવતીપરામાં આશાપીરની દરગાહ પાસે રહેતા દાઉદ ઉર્ફે ભૈયલો કબીરમહંમદ શાહમદાર નામના શખ્સને બી ડિવિઝનના પી.એસ.આઇ. એમ.એફ.ડામોર, વિરમભાઇ ધગલ અને મહેશભાઇ ધગલ સહિતના સ્ટાફે રૂ.૨૫ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. દાઉદ ઉર્ફે ભૈયલા સામે અગાઉ હત્યાની કોશિષનો નો નોંધાયો હોવાનું જાણવા મળે છે.