13000થી વધુ પશુઓને રસીના ડોઝ અપાયા
લમ્પી વાયરસ એટલે મચ્છર જનય રોગ છે જે પશુઓને મચ્છર કરડવાથી થાય છે લમ્પી વાયરસ ના લક્ષણો આખા શરીરમાં ગાંઠા થઈ જવા તાવ આવવો નાક આંખ અને મોઢામાં પાણી પડવું તેમ જ પશુઓના પગમાં સોજા ચડી જવા વાયરસ ને અટકાવવા માટે રસી ના ડોજ આપવા રોગી પશુઓને બીજા પશુઓથી અલગ રાખવા તેમજ લીમડાનો ધુમાડો કરવો અને પશુને જે જગ્યાએ બાંધવામાં આવે છે તે જગ્યા પર દવાનો છટકાવ કરવો જસદણ તાલુકામાં હાલ લંપી રોગથી પીડાતા 65 જેટલા ઢોર ને સારવાર આપવામાં આવી છે તેમજ જસદણ તાલુકામાં 13000 થી વધુ રસીના ડોઝ આપવામાં આવેલ છે જસદણના પશુ દવાખાના ના ડોક્ટર હિમાંશુ ના જણાવ્યા મુજબ જસદણ તાલુકામાં 1962 ની એમ્બ્યુલન્સ વાન તેમજ તેમની ટીમ દ્વારા તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપવામાં આવે છે કોઈપણ સમયે 1962 ની ટીમ પશુ ની સેવામાં હાજર રહે છે.
જસદણ તેમજ વિછીયા તાલુકામાં આઠ મોબાઇલ દસ ગામ દીઠ એક પશુ મોબાઈલવાન રાખવામાં આવેલ હોય છે જસદણ તેમજ વિછીયા તાલુકામાં વાયરસ થી પીડાતા પશુઓની 1962 ની ટીમ દ્વારા સારવાર કરીને માનવતાને મહેકવામાં આવી રહી છે જસદણ તાલુકામાં ચાર મોબાઇલમાં અને વિછીયા તાલુકામાં ચાર મોબાઇલમાં દ્વારા પશુઓની સારવાર કરવા માં આવી રહી છે જસદણ તેમજ વિછીયા તાલુકામાં 90 થી વધારે ગામોમાં સારવાર તેમજ રસીકરણ નું કામ કરવામાં આવી રહ્યું છે