બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં પરિવાર ગયોને  તસ્કરોે  રોકડ અને  સોના-ચાંદીના ધરેણા મળી રૂ.1.81 લાખની મત્તાની ચોરી

જસદણ તાલુકાના  વિરપુર (ભાડલા) ગામે ધોળા દિવસે  તબીબના મકાનમાં  તસ્કરોએ  ખાતર પાડી નવા વર્ષ બોણી કરી સોના-ચાંદી અને  રોકડા મળી રૂ.1.81 લાખની મત્તા ચોરી કરી ગયાની જાણ ભાડલા પોલીસ મથકના સ્ટાફને થતા ડોગસ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે દોડી જઈ અજાણ્યા શખ્સનું પગેરૂ દબાવ્યું છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના વિરપૂર (ભાડલા) ગામે રહેતા અને  સત્યમ  હોસ્પિટલ ચલાવતા મેહુલભાઈ ગેલાભાઈ  જોગરાણા નામના તબીબના મકાનમા ધોળા દિવસે  તાળા તોડી અજાણ્યા શખ્સે   રૂમમાં રહેલી તિજોરીનોલોક તોડી સંતાનો અને પત્નીના  સોના ચાંદીના   ધરેણા અને   રોકડા  1.15 લાખ મળીરૂ.1.81 લાખની મતા ચોરી કરી ગયાની ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક  તપાસમાં  ડો. મેહુલભાઈ  જોગરાણાના  ચોટીલા  તાલુકામાં  રહેતા   બહેનના ઘરે ધાર્મિક   પ્રસંગમાં પરિવાર સાથે ગયા હતા.  ત્યારે  કોઈ જાણભેદુએ  મકાનમાં  હાથ ફેરો  કર્યાનું બહાર આવ્યું છે.

આ બનાવની જાણ ભાડલા  પોલીસ મથકના  પી.એસ.આઈ. આર.એસ. સાંકળીયા સહિતના સ્ટાફ  ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ  નિષ્ણાંતો સાથે દોડી જઈ  તસ્કરોનું પગેરૂ દબાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.