રમતા રમતા ત્રણેય બાળકો બી ખાઇ ગયા: ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા
મૂળ મધ્યપ્રદેશમાં રહેતા અને હાલ જસદણમાં ખેત મજૂરી અર્થે આવેલા પરપ્રાંતિય પરિવારના ત્રણ માસુમ બાળકોએ રમતા રમતા એરંડાના બી ખાઈ લીધા હતા. ત્રણેય બાળકોને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં ગંજીવાડા રોડ ઉપર સંજયભાઈની વાડીમાં ખેત મજૂરી કરતા પરિવારના જીતેશ શંભુભાઈ ભીલ (ઉ.વ.૪), આપશા રામસિંગભાઈ ભીલ (ઉ.વ.૫) અને રતિ રામસિંગભાઈ ભીલ (ઉ.વ.૬) નામના ત્રણેય માસુમ બાળકે રમતા રમતા એરંડાના બી ખાઈ લીધા હતા ત્રણેય માસુમ બાળકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પરિવારના વડીલો જ્યારે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ ત્રણેય બાળકો ત્યાં જ રમી રહ્યા હતા. પરંતુ ત્રણેય બાળકોએ રમતમાં એરંડાના બી ખાઇ લેતાં તેઓની તબીયત લથડી હતી. જેના પગલે ત્રણેય માસુમ બાળકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.