- ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક સાધ્યો:,મંગળસૂત્ર પહેરાવી વિશ્વાસમાં લઇ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું
રાજકોટ શહેરમાં નર્સની ફરજ બજાવતી અને જસદણ યુવતી પર જસદણના કડૂકા ગામના શિક્ષક યુવકે ઈન્સ્ટાગ્રામ મારફત સંપર્ક કરી લગ્નની લાલચ આપી મંગલસૂત્ર પહેરાવી તું આજથી મારી પત્ની છો કહી બાદમાં અનેક વખત શરીર સંબંધ બાધી હવસનો શિકાર બનાવી લગ્ન ન કરતા શિક્ષક યુવક પર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
રાજકોટમાં હોસ્પિટલોમાં નર્સ તરીકે નોકરી કરતી અને જસદણ પંથકની 32 વર્ષીય યુવતીએ મૂળ જસદણ તાલુકાના કડુકા ગામનો અને હાલ છોટા ઉદેપુરના માલુ ગામમાં શિક્ષક તરીકે નોકરી કરતા સુરેશ ધનજીભાઈ આંધાણી સામે એ ડીવીઝન પોલીસ મથકમાં દુષ્કર્મ ગુજાર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે અઢી વર્ષ પૂર્વે સુરેશ સાથે ઇન્સ્ટાગ્રામ મારફ્ત સંપર્ક કરી ફોન નંબરની આપલે થયા બાદ વાતચીત કરતા હતા.
યુવકે સુરેશ વિશ્વાસમાં લઈ વિવિધ સ્થળે ફરવા લઈ જતો હતો તે દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો બાદમાં 27 મેં 2022ના રોજ ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલ સીમરન હોટલમાં સુરેશ લઇ ગયો હતો ત્યાં ભગવાનના ફોટા સામે મંગળસૂત્ર પહેરાવી, સેથામાં સિંદુર પૂરી આજથી આપણે પતિ પત્ની છીએ સમાજમાં પણ લગ્ન કરી લઈશું કહી શરીર સંબંધ બાંધ્યો હતો બાદમાં 24 ફેબ્રુઆરી 2023ના પાવી જેતપુર બોલાવતા ત્યાં બે દિવસ રોકાઈ હતી ગત તારીખ 3 મેં 2023ના સુરેશ રાજકોટ આવી ફરી સીમરન હોટલમાં લઈ જઈ લગ્નની વાતો કરી શરીર સંબંધ બાંધ્યો હતો થોડા દિવસ પછી આજી ડેમ ચોકડીએ આવેલ કેડીએમ હોટલમાં મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો
13 નવેમ્બરના નોકરી પૂરી કરી ઘરે જતી હતી ત્યારે જસદણ બસ સ્ટેશને બોલાવતા ત્યાં જતા કારમાં બેસાડી કડુકા તેના નવા મકાને લઈ જઈ ત્યાં પણ શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ યુવતીએ તપાસ કરતા સુરેશના નોકરી સ્થળે પણ અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.30 નવેમ્બરના છોટા ઉદેપુર ખાતે જતા તેના પરિવારે સમજાવી ઘરે વાત કરવા કહી મને બહેનના ઘરેમૂકી ગયા હતા તે પછી ફોન બ્લોક કરી નાખ્યો હતો તે પછી ગામમાં વાત ફેલાઈ જતા વકીલ મારફ્ત છૂટાછેડામાં બળજબરીથી સહી કરાવી હતી છતાં લગ્ન કરીશ તેવું વચન જ આપવા છતાં લગ્ન નહી કરતા એ ડિવિઝન પોલીસે આરોપી સુરેશ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે