જસદણ તાલુકા નાં ભંડારીયા ગામે પાડોશ માં રહેતા યુવક યુવતીએ વહેલી સવારે વાડીએ જઈ સાથે ઝેર પી લેતા બન્ને ને ગોંડલ ડો.સુખવાલા હોસ્પિટલ માં ખસેડાયા હતા.જ્યા સારવાર દરમ્યાન બન્ને નાં મોત નિપજ્યા હતા.યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબધ હોય અને યુવક નાં સગપણ ની વાત ચાલતી હોય આ જન્મ માં એક નહી થઈ શકાય તેવું માની બન્ને એ સાથે ઝેર પી લઈ અનંત ની વાટ પકડી હતી.બનાવ અગે ભાડલા પોલીસે તપાસ હાથ ઘરીછે.
યુવકની સગાઈની વાત થતા બંનેએ વાડીએ સજોડે કર્યો આપઘાત
પ્રાપ્ત વિગત અનુસાર ભંડારીયા ગામે પાડોશ માં રહેતા કિંજલ ભરતભાઇ મોઢ ઉ.18 તથા વિવેક ભુપતભાઇ બાવરીયા ઉ.18 ગત વહેલી સવારે પાંચ વાગ્યે વિવેક ની વાડીએ પહોંચી પ્રેમ ની વેદી પર બલિદાન આપવા સાથે ઝેર પી લેતા બન્ને ને ગંભીર હાલત માં ગોંડલ હોસ્પિટલ માં ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમ્યાન પ્રથમ વિવેક અને બાદ માં કિંજલે અનંત ની વાટ પકડી હતી.બન્ને નાં મૃતદેહ ને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
વિવેક નાં સગપણ ની વાત ચાલતી હોય તેનો પરીવાર કમળાપુર છોકરી જોવા પણ ગયો હતો.અને નજીક નાં સમય માં સગાઇ પણ થવાની હતી.પરંતુ એ પહેલાં જ પ્રેમ માં મૃત્યુ સુધીનો સાથ નિભાવવા બન્નેએ ઝેર પી લઈ જીવન ટુંકાવયુ હતું.
કિંજલ નાં પિતા ખેતીકામ કરેછે.જ્યારે વિવેક બે ભાઇઓ સાથેનાં સંયુક્ત પરિવાર માં રહેતો હતો.તેનાં પિતા ખેતીકામ કરેછે.
એકજ દિવાલે પાડોશ માં રહેતા યુવક યુવતીએ સાથે ઝેર પી લઈ આત્મહત્યા કરતા બન્ને નો પરીવાર શોકમગ્ન બન્યો હતો.બનાવ અગે ભાડલા પોલીસ જમાદાર બળદેવભાઇ સોલંકીએ તપાસ હાથ ઘરીછે.