પોલીસના લોકદરબાર વચ્ચે વ્યાજખોરોનો બેખોફ

રૂ. 1 લાખના 57 હજાર ચુકવ્યા બાદ મુદ્દલ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોર સહિત ત્રણની ધરપકડ

રાજય સરકાર દ્વારા વ્યાજના ચુંગાલમાં સંડોવાયેલા વ્યકિતઓને મુકિત કરાવવા અને પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે રાજયવ્યાપી લોક દરબાર યોજવામાં આવ્યા હતા. આમ છતાં વ્યાજખોરો બેફામ બની કારખાનેદારની ઉઘરાણીના પ્રશ્ર્ને અપહરણ કર્યાનો બનાવ બન્યો છે જે જસદણ શહેરના ખાજપર રોડ પર હિરાના કારખાનેદારની 1 લાખના વ્યાજની ઉઘરાણીના પ્રશ્ર્ને અપહરણ કરવાના બનાવનો પોલીસ ભેદ ઉકેલી વ્યાજખોર સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ જસદણના ખાનપર રોડ પર વિવેકાનંદનગરમાં રહેતા મગનભાઇ ભોળાભાઇ ચોટલીયા નામના હિરાના કારખાનેદારે ચીતલીયા ગામે રહેતા પૃથ્વીરાજ કથુભાઇ ખાચર, ગીતાનગરમાં રહેતા રવિ ડાયા રામાણી અને બજરંગનગરમાં રહેતો રાહુલ રામશી રબારી સહીત ત્રણેય શખ્સોએ વ્યાજની ઉઘરાણીના પ્રશ્ર્ને અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં છ માસ પૂર્વે પુત્ર જજ્ઞેસે ધંધામાં આર્થિક જરુરીયાત ઉ5સ્થિત થતા ચીતલયા ગામના પૃથ્વીરાજ ખાચર પાસેથી રૂ. 1 લાખ આઠ ટકાના માસિક વ્યાજે લીધા હતા. તે પેેટે ચાર માસ પેટે રૂ. 32 હજાર વ્યાજ ચુકવ્યું હતું બાદ આર્થિક સ્થિતિ તંગ બનતા વ્યાજ નહી ચુકવી શકતા પૃથ્વીરાજ ખાચર દ્વારા ધમકી આપતા રપ હજાર ચુકવ્યા હતા. બાદ બાકીની રકમ અને વ્યાજની ઉઘરાણી માટે કારખાનેદાર મગનભાઇ નું પૃથ્વીરાજભાઇ તેના મિત્ર રવિ રામાણી અને રાહુલ રબારી મારફતે ધમકી આપી અપહરણ કરી ગયાનું જણાવ્યું હતું.

જસદણ પોલીસ મથકના પી.આઇ. ટી.બી. જાની સહીતના સ્ટાફે વ્યાજ અને અપહરણના ગુનાનો ભેદ ઉકેલી ત્રણેય શખ્સોની ધરપકડ કરી આકરી સરભરા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.