અબતક, હિતેશ ગોસાઈ, જસદણ
જસદણમાં મકરસંક્રાંતિના તહેવારથી ચાની ચૂસ્તી મોંઘી થઈ છે. ચાની ચુસ્કી વિનામોટાભાગના લોકોની સવાર પડતી નથી ખાસ કરીને ચા ના શાષખીનોનો કૂકડોબોલે ત્યારે નહિ પણ ચા પીધાપછી જ સવાર પડે છે. ત્યારે મોંઘવારીના કારણે જસદણમાં ચા ના ભાવમાં રૂપીયા બે થી પાંચનો વધારો થતા ચા નાબંધાણીઓને હવે ચાની ચુસ્કી લેવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે. આ અંગે આંબલી હોટલવાળા સામતભાઈ મુંધવાએ જણાવ્યું હતુ કે હાલ ચા ભૂકી ખાંડ દુધ જેવી ચીજ વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો થતાં જસદણ ચા એસોસીએશન દ્વારા આખીના રૂપીયા વીસ અડધીના રૂપીયા દસ અને સ્પેશ્યલ આખી ચાના રૂપીયા ત્રીસ લેવામાં આવશે સામતભાઈ એ વધુમાં જણાવ્યું હતુ કે ચામાં વપરાતી દરેક ચીજો અને મજુરી દર વધતાં એસોસીએશનએ ન છૂટકે ભાવ વધારો કરવો પડયો છે. જસદણયન્સ આમ તો રંગીલા રાજકોટના તોલે ન આવે પણ તેમની મહેમાનનવાઝીની શરૂૃત ચાથી શરૂ થાય છે ત્યારે યજમાનનું પણ બજેટ કાલથી વધી જશે.