વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસે નરાધમને ઝડપી લીધો
જસદણ તાબેના સાણથલી ગામે ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતો હોવાનો વિડીયો વાયરલ થતા આટકોટ પોલીસે આ હસવખોર શખ્સની અટકાયત કરી ભૂત ઉતારી દીધુ છે. પોલીસના આ પગલાથી આ પંથકના લોકોમાં હાશકારો થયો છે.
જસદણ પંથક તેમજ સમગ્ર ગુજરાતમાં રોષ ફેલાવતી આ ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત હકીકત મુજબ સાણથલી ગામે બેંક ઓફ બરોડાની પાછળ આવેલા વિસ્તારમાં ધોળા દિવસે ગાયને ઉભી રાખી હસવખોર પ્રફુલે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતો હતો.
આ ઘટના ત્યાંથી નિકળતા એક પ્રત્યક્ષ દર્શીએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી.
બાદમાં આ ઘટનાનો વિડીયો શોશ્યલ મીડીયમા વાઇરલ થતા પ્રફુલ ઉપર ફીટકારની લાગણી ફેલાઇ ગઇ હતી અને ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાઇ ગયો હતો.
આ બનાવની જાણ આટકોટ પોલીસને થતા પોલીસે ગઇકાલે પ્રફુલ પરસોતમ કાપડીયા ઉ.વ. અંદાજે 35 ની ગત રાત્રે ધરપકડ કરી પ્રફુલનું હવસખોરીનું ભૂત ઉતારી દીધું છે.
હાલ પોલીસે પ્રફુલની અટકાયત કરી છે અને સંભવત બપોર સુધીમાં ફરીયાદી દ્વારા ફરીયાદ લખાવ્યા બાદ શેતાન પ્રફુલ સામે ગુન્હો દાખલ કરવામાં આવશે.સાણથલીનાં ગ્રામજનો પ્રફુલ ઉપર ફિટકાર વર્ષાવી રહ્યા છે અને આ હવસખોર શખ્સનું સાણથલીમાં સરઘસ કાઢવાની માંગણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પ્રફુલ અપરણીત છે. આ બનાવની વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.