બે-કાર, માલવાહક, 17 લાખનો રાયડો, સાત મોબાઈલ અને સાત લાખ રોકડા મળી રૂ. 32.47 લાખનો મુદામાલ કબ્જે
એક પખવાડીયા પૂર્વે થયેલી ચોરીના બનાવનો સ્થાનિક પોલીસને મળી સફળતા: ચાર ફરાર
રાજકોટ ન્યૂઝ
જસદણ તાલુકાના લીલાપર ગામે ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં એક પખવાડિયા પૂર્વે રૂ.20.23 લાખની કિંમતનો રાયડા ચોરીનો સ્થાનિક પોલીસ ભેદ ઉકેલી 10 શખ્સોની ધરપકડ કરી 17 લાખનો રાયડો, ત્રણ વાહનો સાત મોબાઈલ અને સાત લાખ રોકડ મળી રૂ.32.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાશી છુટેલા ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જામનગર રોડ પુનિત નગર શેરી નં. 6 માં રહેતા રમેશભાઈ વીરજીભાઈ નીનામા એ જસદણ તાલુકાના લીલાપર ગામે વેરહાઉસમાં ગોડાઉન નં. 5 મ ગત તા. 29 માર્ચના રોજ તાળા તોડી રૂ 20.23 લાખની કિંમતનો 33750 કિલો રાયડાની ચોરી કરી ગયા ની ફરિયાદ નોંધાવી હતી.
રાયડા ચોરીનો ભેદ ઉકેલવા પી.આઇ. ટી.બી. જાની સહિતના સ્ટાફે સીસીટીવી અને બાતમીના આધારે તપાસ આદરી હતી જેમાં વિછીયાના રેવાણિયાનો વતની અને હાલ પાળીયાદ ખાતે રહેતો હરેશ પ્રાણજી મકવાણા, મેહુલ ઉર્ફે તળો મકવાણા, જસદણના ધર્મેશ ઉર્ફે ધમો મેટાળીયા, રેવાણીયા નો અરવિંદ ઉર્ફે દુદો રામજી મકવાણા, મહેશ ઉર્ફે જેકીટ જેસા મકવાણા,હિતેશ જેસા મકવાણા, વિપુલ રવજી મકવાણા, પાળીયાદ નો અરુણ ટપુ ભોજવિયા, કોટડા ગામનો કલ્પેશ ભુપત કટેશીયા અને જયંતિ પ્રાણજી મકવાણા નામનો શખ્સ ચોરઉ મુદ્દા માલ સાથે આટકોટ જસદણ આસપાસ રોડ પર હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી સાતેય શખ્સોને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા શકશો ના કબજા માંથી રૂપિયા 17 લાખની કિંમતનો 28,400 કિલો રાયડો ,બે કાર , માલવાહક વાહન, સાત મોબાઈલ અને રોકડા 7 લાખ મળી 32.47 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. ઝડપાયેલા શખ્સોની પ્રાથમિક પૂછપરછ માં તેની સાથે સંડોવાયેલા વનરાજ રામજી મકવાણા, લક્ષ્મણ જાદવ ,કિશન રમેશ મકવાણા અને સજય લક્ષ્મણ ધોરીયા ની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે પીઆઈ ટીબી જાની પી એસ આઈ એમ ડી વાઘેલા હેડ કોન્સ્ટેબલ અરૂણભાઇ ખટાણા પ્રણવભાઈ વાલાણી સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.