- કોંગ્રેસ સમિતિના સભ્યો પ્રાંત કચેરીએ પહોચ્યા
- ખેડૂતને ન્યાય આપોના બેનર સાથે નોંધાવ્યો વિરોધ
- અગાઉ આપેલ અરજીનો નિકાલ ન આવતા વિરોધ નોંધાવ્યો
- આવતીકાલ સુધીમાં ખરીદી શરુ ન થાય તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી
- માર્કેટિંગ યાર્ડ જસદણમાં મગફળી પેન્ડીંગ પડી છે
ગુજરાત સરકાર દ્વારા 11 નવેમ્બર ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી. તેને લઈને વિછીયા તાલુકાના 4,099 ખેડૂતો અને જસદણ તાલુકાના 10,153 ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ખરીદી કરવામાં ન આવતા અઠવાડિયા પહેલા જસદણ કોંગ્રેસ પ્રમુખ ધીરુ સાયાણી દ્વારા પ્રાંત અધિકારીને અલ્ટીમેટમ અપાયું હતું કે સોમવાર સુધીમાં ખરીદી નહિ કરવામાં આવે તો કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત કચેરીએ ધરણા કરવામાં આવશે. જે અવધી પૂરી થતાં ખરીદી કરવામાં ન આવતા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂત્રોચાર લખી ખેડૂતને ન્યાય આપો સીસીઆઈ ની ખરીદી શરૂ કરો તેવા લખાણ સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. જે અંગે જસદણ પ્રાંત અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવતીકાલે ખરીદી કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા 11 નવેમ્બર ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને વિછીયા તાલુકાના 4,099 ખેડૂતો અને જસદણ તાલુકાના 10153 ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. ત્યારે સરકાર દ્વારા ખરીદી કરવામાં ન આવતા અઠવાડિયા પહેલા જસદણ કોંગ્રેસ પ્રમુખ ધીરુ સાયાણી દ્વારા પ્રાંત અધિકારીને વિરોધ સાથે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે સોમવાર સુધીમાં ખરીદી નહિ કરવામાં આવે તો કોંગ્રેસ સમિતિ દ્વારામાં પ્રાંત કચેરીએ ધરણા કરવામાં આવશે
આજે સમય પૂરો થતાં ખરીદી કરવામાં ન આવતા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂત્રોચાર લખી ખેડૂતને ન્યાય આપો સીસીઆઈ ની ખરીદી શરૂ કરો તેવા લખાણ સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જસદણ પ્રાંત અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવતીકાલે ખરીદી કરવામાં આવશે એક દિવસનો ટાઈમ આપો. જો ખરીદી કરવામાં ન આવે તો આવતીકાલે ધરણા પર બેસી વિરોધ નોંધાવી શકશો