જસદણ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક છેલ્લા નવ માસમાં એકપણ વખત ન મળતાં આ અંગે રાજકારણીઓમાં મોઢા તેટલી વાતો સાંભળવા મળી રહી છે. જસદણને ઈ.સ.૧૯૯૫માં નગરપાલિકાનો દરજજો મળ્યા બાદ શહેરમાં પાલિકા સંચાલિત એકપણ પુસ્તકાલય આરોગ્ય શૈક્ષણિક હેતુ થયો નથી. એક માત્ર ફરવાના જીલેશ્વર પાર્કમાં જે દશા હતી એનાથી બદતર હાલત છે.હજુ ઉનાળો આવ્યો નથી અને સાત દિવસે લોકોને પાણી મળે છે. ભુતિયા નળજોડાણોની સંખ્યા હજારોની સંખ્યામાં છે.

બીજીબાજુ નગરપાલિકાની અને સાર્વજનિક પ્લોટ ઉપર અબજો રૂપિયાની જમીનો પર ભુમાફીયાઓનું દબાણ છે અને પાલિકાના કર્મચારીઓનો પગાર કરવા પણ કરવેરાદાતાઓ પાસે રીતસર ભીખ માંગવા જવુ પડી રહ્યું છે. આવા માહોલ વચ્ચે ગત નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાય હતી. જેમાં કુલ ૨૮ સભ્યો ચુંટાયા હતા. જેમાં ભાજપ ૨૩ કોંગ્રેસના ૫ સભ્યો ચુંટાયા હતા અને ત્યારબાદ કારોબારી સમિતિની રચના કરવામાં આવી.

ભાજપ શાસિત કારોબારી સમિતિ નગરપાલિકાનું મુખ્ય અંગ માનવામાં આવે છે પણ કારણ કે સામાન્ય સભામાં કરેલા દરેક કાર્યોને આ બેઠકમાંથી પસાર કરવામાં આવે છે પરંતુ કારોબારી સમિતિએ નવ માસ દરમિયાન તેમણે એકપણ બેઠક બોલાવી નથી એક વખત બેઠક બોલાવી હતી.

પણ જેમાં એકમાત્ર ચેરમેન જ હાજર હતા ત્યારે સરકાર તરફથી આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટોના અનેક કામો ચુકવણા કારોબારી સમિતિની બેઠકમાં પસાર થયા વગર જો થઈ શકતા હોય તો જસદણ નગરપાલિકામાં અંધાકાનુન જેવી સ્થિતિ છે. એમ ચોકકસ કહી શકાય. પાલિકામાં હાલ એકપણ અધિનિયમનું પાલન થતું નથી છતાં બધુ ચાલ્યું જ જાય છે ત્યારે આ વિષય જિલ્લા કલેકટર માટે તપાસનો બન્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.