વર્તમાન સમયમાં જન્મદિવસની ઉજવણી કરવી એ એક ફેશન બની ગઈ છે. ખોટા ભપકા-ઠાંઠમાઠ અને મોંઘીદાટ હોટલોમાં ‚પિયાનું આંધણ કરી જન્મદિવસની ઉજવણી કરતા લોકો માટે પ્રેરણારૂપ કિસ્સામાં જસદણ નગરપાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાએ આજરોજ તેમના જન્મદિવસે સવારે દેવદર્શન કરી જસદણ સરકારી હોસ્પિટલે જઈ સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ કુપોષિત બાળકોને ફ્રુટનું વિતરણ કરી દર્દીઓના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. તેમજ હુડકો પ્રાથમિક શાળામાં સામે પગે ચાલી શાળામાં અભ્યાસ કરતા ભુલકાઓને બિસ્કીટ-ચોકલેટનું વિતરણ કરી જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે